GujaratNews

ગર્વ છે આ ગુજરાતની દાતારી પર,આવી-આવી જગ્યાએથી ધૈર્યરાજસિંહ માટે વહી રહ્યો છે દાનનો પ્રવાહ,

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રહેતા અને મૂળ ખાનપુર તાલુકાના કાનસર ગામના આ ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના આ ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે.આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે.જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી.તે બીમારી માટેનું ઇન્જેક્શન ભારતમાં નથી.

ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે.જે માટે રાઠોડ પરિવારને 22.5 કરોડ રૂપિયાની જરૂર છે,જેમાંથી 6.5 કરોડ સરકારનો ટેક્ષ લાગે છે.જે આ કિસ્સામાં ભારત સરકાર દ્વારા માફ કરવામાં આવ્યો હતો.માતા-પિતાની અપીલ બાદ અનેક લોકો ધૈર્યરાજ માટેના આ મહાઅભિયાનમાં જોડાયા તો બીજી તરફ અનેક યુવક મંડળો,સામાજિક સંસ્થાઓ આગળ આવી,ગામડે-ગામડે લોકો ડબા લઈને અને ધૈર્યરાજ માટે દાન એકત્ર કરવાની જાતે જ જવાબદારી સ્વીકારી અને તેના પરિણામ સ્વરૂપ 20 દિવસના ટૂંકા સમયમાં 8 કરોડ ઉપરનું દાન એકત્ર કરવામાં સફળતા મળી.

જો કે હાલ પણ લોકો દાનએકઠું કરી રહ્યા છે.ધૈર્યરાજની સારવાર માટે જરૂરી કુલ 16 કરોડમાંથી અત્યાર સુધી 8 કરોડ ઉપરનું દાન આવ્યું છે.આવા સંજોગોમાં જામનગરના ગોકુલ નગર વિસ્તારના રાજપૂત યુવા સંગઠન દ્વારા ફંડ એકઠું કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં લોકો પાસેથી ઇચ્છાશક્તિ મુજબનું ફંડ એકત્ર કરીને ધૈર્યરાજસિંહના પિતાને પહોંચાડવા માટે નું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.લોકો પોતાની શક્તિ મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ આ 3 મહિનાના બાળક મારે દાન કરે છે ગર્વ છે આ ગુજરાતની આ દાતરી પર,આપણે બધાએ એક થઈ ધૈર્યરાજને બને તેટલી મદદ કરીએ.

 

Back to top button