DelhiIndiaNews

મેરઠ-ગાઝિયાબાદ પછી હવે દિલ્હીમાં પણ તંદૂરી રોટલી પર થૂંકતો વિડીયો થયો વાયરલ,જુઓ

રાજધાની દિલ્હીથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તંદૂરી રોટલી બનાવતી વખતે એક વ્યક્તિ તેમાં થૂંકી રહ્યો છે.આ કેસમાં પોલીસે મોહમ્મદ ઇબ્રાહિમ અને સાબી અનવરની ધરપકડ કરી છે.વીડિયો વાયરલ થયા પછી દિલ્હી પોલીસે ખુદ આ કેસની નોંધ લીધી હતી અને FIR નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વીડિયોને ડીસીપી વેસ્ટને સોશિયલ મીડિયા પોસ્ટિંગ સાથે ટેગ કરાયો હતો અને વિસ્તારનું નામ નીચે કેપ્શનમાં ખ્યાલા લખ્યું હતું.જ્યારે વીડિયો વાયરલ થયો હતો,ત્યારે દિલ્હી પોલીસે પશ્ચિમ જિલ્લા પોલીસની તપાસ શરૂ કરી હતી,ત્યારે જાણવા મળ્યું કે તે પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં આવેલી ચાંદ નામની હોટલની છે.

કેસની ગંભીરતા જોઇને પોલીસે IPC ની કલમ 269,270,273 હેઠળ ગુનો નોંધ્યો હતો.ચાંદ હોટલ પાસે લાઇસન્સ નહોતું,તેથી દિલ્હી પોલીસે એક્ટ હેઠળ હોટલનું પણ ચેલેન્જિંગ કર્યું હતું.જામીનપાત્ર કલમો હોવાથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી,તેથી બંનેને જામીન મળી ગયા છે.

તમને જણાવી દઈએ કે,તાજેતરમાં યુપીના ગાઝિયાબાદ અને મેરઠથી રોટલીમાં થૂંકવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.જ્યાં લગ્ન સમારોહમાં તંદૂરી રોટલીઓમાં થૂંકવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.યુપી પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીની ધરપકડ કરી હતી.

આ કિસ્સામાં,એડિશનલ ડીસીપી વેસ્ટ પ્રશાંત ગૌતમ કહે છે કે અમને વીડિયો ટ્વિટર દ્વારા મળ્યો છે.જેને ડીસીપી વેસ્ટને ટેગ કરાઈ હતી.વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે રોટલીના લોટમાં થૂંકી રહ્યા છે.તેણે એમ પણ લખ્યું છે કે આ વિડિયો ખ્યાલા વિસ્તારમાં ક્યાંક બનાવવામાં આવી હતી.અમને આ સમાચાર મળતાની સાથે જ અમે આ અંગે ખ્યાલાની સ્થાનિક પોલીસને જાણ કરી અને કહ્યું કે વીડિયોમાં કેટલી સત્યતા છે તેની તપાસ કરો.

તપાસમાં બહાર આવ્યું છે કે આ વીડિયો ખ્યાલાની હોટલ ચાંદનો છે.આ હોટલના માલિકનું નામ આમિર છે અને વીડિયોમાં 2 લોકો જોવા મળી રહ્યા છે,એક ઇબ્રાહિમ અને બીજો સાબી છે,બંને કિશનગંજ બિહારના છે.ઇબ્રાહિમને સફેદ બનિયાન પહેરેલ દેખાતો ઇબ્રાહિમ રોટલીમાં થૂંકતો હતો.મામલો આવતાની સાથે જ અમે એફઆઈઆર નોંધી.

Back to top button