દેશમાં આ તારીખથી 15 વર્ષ જૂની ગાડીઓ ભંગાર બની જશે, સરકારી વિભાગની ગાડીઓથી શરૂઆત થશે

કેન્દ્ર સરકારે સ્ક્રેપીંગ નીતિ પર ઝડપી પગલા લીધા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કરેલી દરખાસ્ત મુજબ સરકારી વિભાગો 1 એપ્રિલ, 2022 થી તેમના 15 વર્ષ જુનાં વાહનોની નોંધણીનું નવીકરણ કરી શકશે નહીં. હાલમાં આ દરખાસ્ત અંગે ડ્રાફ્ટ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને તમામ હોદ્દેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

જો કેન્દ્રીય પરિવહન મંત્રાલય તેને અંતિમ સ્વરૂપ આપે તો આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મંજૂરી બાદ નવા નિયમો તમામ સરકારી વાહનો માટે લાગુ થશે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો, PSUs, નગરપાલિકાઓ અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના વાહનો શામેલ છે. જે પછી સરકારી વિભાગો 1 એપ્રિલ, 2022 થી 15 વર્ષથી વધુ જૂના વાહનોના રજિસ્ટ્રેશનનું નવીકરણ કરી શકશે નહીં.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે,1 એપ્રિલ, 2022 થી સરકારી વિભાગો 15 વર્ષથી વધુ જૂનાં વાહનોની નોંધણીનું નવીકરણ કરી શકશે નહીં. મંત્રાલયે 12 માર્ચના રોજ નિયમોના ડ્રાફ્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંગે 30 દિવસમાં હોદ્દેદારોની ટિપ્પણીઓ, વાંધા અને સૂચનો આમંત્રિત કરાયા છે.

આ પહેલા 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં સરકારે વાહન કબાડ પોલિસી જાહેર કરી હતી. આ અંતર્ગત 20 વર્ષ ખાનગી વાહનો અને 15 વર્ષના વ્યાપારી વાહનો પછી ફિટનેસ પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ પરીક્ષા પાસ નહીં કરનારા વાહન ચલાવવા માટે ભારે દંડ ફટકારવામાં આવશે. તેમજ આવા વાહનો જપ્ત કરવામાં આવશે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્ક્રેપિંગ નીતિને કારણે 20 વર્ષ કરતા વધારે જૂના 51 લાખ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. જે કારને સ્ક્રેપ કરશે તે નવી ખરીદી કરશે. આનાથી ઓટો ઉદ્યોગને વેગ મળશે. તેમણે કહ્યું કે આ નીતિના અમલીકરણ સાથે 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ આવશે અને આશરે 50 હજાર નવી નોકરીઓનું સર્જન થશે.

Back to top button