BollywoodIndia

આજે તનુશ્રી દત્તા નો જન્મદિવસ: પહેલી જ ફિલ્મમાં તનુશ્રી એ લોકોને આશિક બનાવી દીધા હતા

બોલિવૂડમાં પોતાના બોલ્ડ સીન્સથી લોકોને પોતાના આશિક બનાવી ચૂકેલી તનુશ્રી દત્તાનો આજે જન્મદિવસ છે. તેણે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ બહુ ઓછી ફિલ્મો એવી છે કે તે હિટ થઈ ગઈ, પરંતુ અભિનેત્રીનું કામ લોકોએ જોયું. ફિલ્મોને સુપરહિટ બનાવવા માટે, તનુશ્રીએ તેની ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા પરંતુ તે ફિલ્મો હિટ બની શકી ન હતી.

ઘણાં હોટ અને બોલ્ડ સીન્સ આપ્યા છતાં ફિલ્મો સફળ થઇ નહી, પરંતુ અભિનેત્રી પોતાની છાપ છોડવામાં સફળ રહી. તેમનો જન્મદિવસ આજે એટેલે કે 19 માર્ચે છે. તનુશ્રી નો જન્મ ઝારખંડ ના જમશેદપુરમાં થયો છે.

તનુશ્રી દત્તાની ફિલ્મ કારકીર્દિ ખૂબ જ ટૂંકી રહી છે, જોકે તેણે તાજેતરમાં 18 કિલો વજન ઘટાડ્યું છે. એવું લાગી રહ્યું છે કે તે ટૂંક સમયમાં કોઈ ફિલ્મમાં જોવા મળશે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે.

2004 માં તેણે ફેમિના મિસ ઇન્ડિયાનું બિરુદ જીત્યું અને તે પછી તેણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા, જેના કારણે તે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. તનુશ્રીએ 2005 માં ફિલ્મ ‘આશિક બનાયા આપને’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ઇમરાન હાશ્મી પણ હતા.

અભિનેત્રીએ કેટલીક કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો જે સરેરાશ હિટ સાબિત થઈ. આ ફિલ્મોમાં ‘રકીબ’, ‘ઢોલ’, ‘ગુડ બોય બેડ બોય’, ‘ભાગમ ભાગ’ જેવી ફિલ્મો શામેલ છે.

Tags
Back to top button