India

લો બોલો.. ટ્રક ડ્રાઈવર ને હેલ્મેટ વગર વાહન ચલાવવાનો મેમો મળ્યો, હજાર રૂપિયા દંડ ભરવો પડ્યો

આપણે જાણીએ છીએ કે હેલ્મેટ વગર ટુ-વ્હીલર પર જઈએ તો પોલીસ દંડ વસુલ કરે છે અથવા કારમાં સીટ બેલ્ટ ન પહેરવું, ડ્રાઇવિંગ લાઇસન્સ ન રાખવું વગેરે માટે પણ દંડ વસુલે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે પોલીસે ટ્રક ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવા બદલ કોઈને મેમો આપ્યો હોય? તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે જેની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઓડિશામાં ટ્રાન્સપોર્ટ વિભાગની મોટી બેદરકારી પ્રકાશમાં આવી છે, જ્યાં હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા માટે રૂ.1000 નું ચલણ કાપવામાં આવ્યું છે. આ મામલો ઓડિશાના ગંજામ જિલ્લા નો છે અને જ્યારે ડ્રાઇવર પ્રમોદ કુમાર તેની ટ્રકની પરમીશન રીન્યુ માટે આરટીઓમાં પહોંચ્યા ત્યારે તે બહાર આવ્યું છે. વિચારવાની વાત એ છે કે પરિવહન વિભાગની બેદરકારી હોવા છતાં ટ્રક ચાલકે ચલણના પૈસા જમા કરાવવા પડ્યા હતા.

પ્રમોદ કુમાર નામનો ટ્રક ચાલક જાણતો નહોતો કે તેને આવો મેમો મળ્યો છે પણ જ્યારે તે પોતાની ટ્રકની પરમીટ રીન્યુ માટે પરિવહન વિભાગની ઓફિસ પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે તેની ટ્રકનું એક ચલણ ભરવાનું બાકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચલણ ભરવામાં આવ્યું નથી. આ પછી શેના માટે? તેથી અધિકારીઓએ કહ્યું કે, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવા માટે 1000 રૂપિયા નો દંડ કરાયો છે.

આ પછી પ્રમોદે ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓને જણાવ્યું કે હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા બદલ તેને આ દંડ કરાયો છે. જો કે, અધિકારીઓએ એક વાત સાંભળી ન હતી અને કહ્યું હતું કે ચલણ ભર્યા પછી જ તેની પરમીટ રીન્યુ કરવામાં આવશે.

Tags
Back to top button