ચોર ચોરી કરવા તો પહોંચ્યો,પણ લપસી જતાની સાથે સીધો સળિયા વચ્ચે ફસાયો,પછી થયું આવું,
ચોર ચોરી કરવા માટે ઘણી રીતો અપનાવે છે,પરંતુ ચોર સાથે સૌથી ખરાબ શું થઈ શકે છે? જ્યારે તે ચોરી કરવા જાય છે અને આવી સ્થિતિમાં આવે છે કે તે ત્યાંથી બહાર નીકળતો નથી અને પકડાઇ જાય છે.બરાબર એ જ વસ્તુ મેક્સિકોમાં બન્યું.હકીકતમાં,એક અહેવાલ મુજબ ચોર ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી રહ્યો હતો પરંતુ અંદર જતા તેનુ માથું સળિયામાં અટવાઇ ગયું હતું.
ચોર થોડા સમય માટે નહી,પરંતુ તે પૂરા 3 કલાક સળિયામાં ફસાયો હતો.નજીકમાં રહેતા લોકોએ કહ્યું કે તેઓ ઘણા લાંબા સમયથી ચોરને તે સળિયામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તે પછી તેણે પોલીસને બોલાવી હતી.આ પછી,પોલીસ પહોંચી અને કટર સાથે સળિયો કાપ્યો.
ચોરનો એક હાથ અને માથું ખરાબ રીતે સળિયામાં અટવાઈ ગયું હતું અને આખું શરીર નીચે લટકતું હતું.પોલીસ આવીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.ચોરને બહાર કાઢવા પોલીસે ખૂબ જ પ્રયાસ કર્યા.એક પોલીસ કર્મચારીએ લટકતા ચોરને છત તરફ ખેંચ્યો હતો અને તેને ખેંચીને બહાર કાઢ્યો હતો.