AhmedabadCrimeGujaratIndiaMadhya Gujarat

મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મામલે અમદાવાદ કનેક્શન સામે આવ્યું, ATS ના અમદાવાદમાં ધામા

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા બહાર જિલેટીનથી ભરેલી સ્કોર્પિયો કાર નું કનેક્શન હવે ગુજરાત સાથે સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલ એટીએસ અને એનઆઈએએ એકબીજા સાથે વાતચીત કરવા માટે સચિન વઝે સહિત 5 લોકો દ્વારા ઉપયોગ કરાયેલા સીમકાર્ડ અમદાવાદથી ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું. સીમકાર્ડ કોના નામ પર ખરીદવામાં આવ્યા છે તે શોધવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે.

આ કેસમાં અત્યાર સુધીની ધરપકડ કરાયેલા આરોપી પૈકીના એક બુકી નરેશ ધોરે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલા તેણે જુદા જુદા નામે અમદાવાદથી પાંચ સીમકાર્ડ ખરીદ્યા હતા. નરેશના કહેવા પ્રમાણે તેણે સચિન વઝેના કહેવા પર આ સિમકાર્ડ્ ખરીદ્યા હતા. એટલું જ નહીં આ પાંચમાંથી એક સિમનો ઉપયોગ સચિન વઝે એ જાતે કર્યો હત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એટીએસની ટીમ દુકાનદારોને ત્યાં પહોંચી ગઈ છે જ્યાંથી આ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા. હવે તે વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે કે જેના નામ પર આ સીમકાર્ડ ખરીદવામાં આવી હતી. હાલ એટીએસની ટીમ તપાસમાં લાગી છે.

જણાવી દઈએ કે 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની નજીક એક સ્કોર્પિયોમાંથી જિલેટીન સ્ટીક મળી આવી હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું હતું કે જે સ્કોર્પિયો જેમાં જિલેટીન સ્ટીક મળી હતી તે મનસુખ હિરેનની છે.કાર ના માલિક મનસુખનો મૃતદેહ ઘટનાના એક અઠવાડિયા પછી થાણેથી મળી આવ્યો હતો અને ત્યારથી જ આ કેસમાં મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે.

Back to top button