GujaratSouth GujaratSurat

સુરત: પોલીસ સ્ટેશન ના કંપાઉન્ડમાંથી મળ્યું હાડપિંજર, કોનું છે તે પોલીસ ને ખબર નથી

Skeleton found from police station compound in surat

Surat: ખટોદરા પોલીસ સ્ટેશના કંપાઉન્ડમાં રવિવારે જપ્ત કરાયેલા વાહનો ને હટાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે જ ત્યાં હાડપિંજર(Skeleton) મળી આવ્યું છે. જોકે હાડપિંજર કોનું છે અને તે પોલીસ સ્ટેશનમાં કેવી રીતે પહોચ્યું તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી. ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.

ખટોદરા પોલીસ મથકમાં રવિવારે પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાંથી જપ્ત કરાયેલા વાહનોને દૂર કરવાની કામગીરી રવિવારે ચાલી રહી હતી. વાહનો ના ઢગ વચ્ચે ખંડેર જેવા દ્રશ્યો હતા અને સાંજના 4:30 વાગ્યે એક કામદારે રિક્ષા નીચે એક હાડપિંજર જોયું હતું. જેમાં ખોપડી, હાડકા અને કમરનો ઉપરનો ભાગ હતો. મોટાભાગના હાડકાઓ વેરવિખેર થઇ ગયા હતા.

પોલીસકર્મીઓએ હાડપિંજરની આજુબાજુમાં શોધખોળ કરી પણ કોઈ સબંધિત વસ્તુ મળી આવી ન હતી. સમાચાર મળતા જ ડીસીપી વિધિ ચૌધરી અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન પરિસરમાં માનવ શરીરના ઉપરના ભાગમાંથી મોટાભાગના હાડકા મળી આવ્યા છે.

પોલીસ સ્ટેશનના મુખ્ય મકાનથી વીસ મીટર પશ્ચિમમાં વાહનોના ઢગલામાં આ હાડપિંજર(Skeleton) મળી આવ્યું છે. પોલીસમેન અને લોકો સામાન્ય રીતે ત્યાં ઓછા જતા હોય છે. હાડકાંની સ્થિતિ જોતાં લગભગ સાત મહિના પહેલાં મૃત્યુ થયું હોવાની સંભાવના છે.

Police Inspector તરૂણ પટેલ કહે છે કે કદાચ કોઈ માનસિકરૂપે બીમાર વ્યક્તિ કોઈ દિવસ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં છુપાઈને અંદર ગયો હતો અને ઓટોમાં સૂઈ ગયો હતો. આ પછી સાપના ડંખ અથવા હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હોવું જોઈએ. અમે અત્યારે કંઈ કહી શકતા નથી.

Back to top button