IndiaNews

અનુષ્કા, પુત્રી વામિકા અને વિરાટ કોહલીનો ફોટો વાયરલ, લોકોએ કહ્યું પતિ હોય તો આવો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્મા વિરાટ કોહલી દેશની ક્રિકેટ ટીમ સાથે વનડે સિરીઝ માટે પુણે પહોંચ્યા હતા. વિરુષ્કાની પુત્રી વામિકા પણ પ્રથમ વખત સાથે જોવા મળી હતી. અહીં દરેક ખેલાડીઓ જોવા મળ્યા હતા.

એરપોર્ટ પર અનુષ્કા શર્માએ પુત્રી વામિકાને તેડી હતી અને વિરાટ કોહલી તેની પાછળ ચાલતો હતો. હાથમાં અને ખભા પર બેગ અને સામાન લઈને જતા વિરાટ કોહલી ને સૌ કોઈ જોતા રહી ગયા. વિરાટ ઘણો ભારે સામાન લઈ જતા જોવા મળ્યો હતો, જેના માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

વિરાટ કોહલી પાસે તેના બંને ખભા પર બે મોટી બેગ લટકતી હતી અને એક હાથે સૂટકેસ ખેંચતો નજરે પડે છે. વિરાટ કોહલીનો આ ફોટો જોઇને સૌ કોઈ તેની પ્રસંશા કરી રહ્યા છે કે પતિ અને પિતા હોય તો આવા.

અમદાવાદમાં ઈન્ડિયા વિ ઈંગ્લેન્ડ શ્રેણીની કેટલીક મેચ રમ્યા બાદ હવે ભારતીય ટીમ પુણેમાં ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ રમશે. આ માટે આખી ટીમ ચાર્ટર્ડ વિમાનમાં પુણે પહોંચી છે. વિરુષ્કા સાથે હાર્દિક પંડ્યા અને નતાશા તેમજ તેમનો પુત્ર અગસ્ત્ય પણ સાથે જોવા મળ્યો હતો.

Back to top button