AstrologyIndiaStory

ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

તમે ઘણી વાર ઘરના વડીલોનું કહેવું સાંભળ્યું હશે કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારો જમણો પગ પહેલા રાખો. આ કહેવત ખૂબ જ જૂની છે અને સારી પણ છે. જમણો એટલે કે સીધો પગ. જ્યારે આપણે કોઈ તાત્કાલિક કામ માટે ઘરની બહાર નીકળીએ છીએ અને જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે પહેલા અમારો જમણો પગ મૂકીએ છીએ, એવું માનવામાં આવે છે કે આ તમારા બધા કામ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરશે અને તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી.

કોઈપણ કાર્ય માટે લીધેલું પહેલું પગલું આપણી મંજીલ નક્કી કરે છે અને જમણું પગલું સકરાત્મકતા દર્શાવે છે.તેથી જો તમે પણ કોઈ તાત્કાલિક કામ માટે ઘરની બહાર જાવ છો, તો પહેલા તમારા જમણા પગને આગળ મુકો. આ તમારો દિવસ સારો બનાવશે અને તમારું કામ પણ સારી રીતે પૂર્ણ થશે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ ઘરની બહાર જતા સમયે જમણો પગ રાખવાની પરંપરા ઘણી જૂની છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘરની બહાર જવા માટે જો જમણો પગ મૂકવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે વ્યક્તિનો આખો દિવસ સારો રહેશે અને તેનું કામ સારી રીતે કરવામાં આવશે.

તમે જોયું જ હશે કે લગ્ન બાદ કન્યા જયારે પહેલીવાર ઘરે આવે છે ત્યારે તેને પહેલા તેનો જમણો પગ ઘરની અંદર મૂકવા અને ચોખાથી ભરેલા કળશ ને અડકવાનું કહેવાય છે.

આની પાછળની માન્યતા એ છે કે આમ કરવાથી ઘરમાં આનંદ આવે છે અને પરિવારમાં સકારાત્મકતા રહે છે, જ્યારે ડાબા પગને નકારાત્મકતા ની નિશાની માનવામાં આવે છે. એટલે જ તમે પણ કોઈ શુભ કામ માટે ઘરની બહાર જતા હોવ તો પહેલા તમારો જમણો પગ ઘરની બહાર મૂકો.

Back to top button