India

પેટ્રોલ 30 રૂપિયા સસ્તું થઇ શકતું હતું પણ સુશીલ મોદીના નાં નિવેદને સપનું તોડ્યું, હવે 8-10 વર્ષ તો…

જો પેટ્રોલ અને ડીઝલ અડધા ભાવે મળવાનું શરૂ થાય તો લોકોનો ભાર ઘટી શકે તેમ હતું. જો પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો આ શક્ય થઈ શકે છે. પરંતુ બુધવારે ભાજપના નેતા સુશીલ મોદીએ રાજ્યસભામાં એક મોટું નિવેદન આપ્યું હતું અને 8-10 વર્ષ સુધી આ આશા પર પાણી ફેરવી નાખ્યું.

સુશીલ મોદીએ કહ્યું કે 8 થી 10 વર્ષ સુધી જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલ લાવવું શક્ય નથી. જો તેઓને જીએસટી હેઠળ લાવવામાં આવે તો રાજ્યોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ 5 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારોની તિજોરીમાં લાવે છે.

આ નિવેદનથી આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહતની આશા સમાપ્ત થવા જઈ રહી છે. સીતારમણે મંગળવારે કહ્યું હતું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ચર્ચા થશે.

એસબીઆઈના અર્થશાસ્ત્રીઓના રિપોર્ટ અનુસાર જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો દેશમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લિટર પર આવી શકે છે. મતલબ કે પેટ્રોલ લિટર દીઠ 15 થી 30 રૂપિયા અને ડીઝલ 10 થી 20 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થશે.

કોરોનાની અસર પણ ક્રૂડ તેલ પર પડી છે. લગભગ 6 અઠવાડિયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 60 ડોલર ની નજીક આવી ગયા છે. છેલ્લા 15 દિવસમાં ક્રૂડતેલમાં 11% નો ઘટાડો થયો છે. જો કે ગયા વર્ષની તુલનામાં માર્ચ 2020 માં ક્રૂડ તેલ પ્રતિ બેરલ 25 ડોલર હતું જે હાલમાં બેરલ દીઠ 63 ડોલર છે.

Back to top button