India

અડધી રાત્રે સેના ની જીપમાં આગ લાગતા 3 જવાનો શહીદ, 5 ની હાલત ગંભીર

ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા સીમાંત વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોટો અકસ્માત થયો હતો. રાતના 3 વાગ્યાની આસપાસ સેનાની જિપ્સીમાં આગ લાગી હતી. આમાં સૈન્યના ત્રણ જવાનો મૃત્યુ પામ્યા હતા. આ સાથે 5 જવાનોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં એક સુબેદાર અને બે જવાન શામેલ છે.

અકસ્માત બાદ નજીકના ગ્રામજનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. શ્રીગંગાનગર જિલ્લાના છત્તીસગઢ નજીક આ અકસ્માત થયો હતો.જોકે અકસ્માત પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે જિપ્સી નહેરમાં પલટી જવાથી આગ અળગી હતી.

જો તે બન્યું હોત તો પાણી ને કારણે કાબુમાં આવી ગઈ હોત. એવું માનવામાં આવે છે કે જીપ્સીમાં યુદ્ધાભ્યાસ માટે જ્વલનશીલ પદાર્થો પણ રાખવામાં આવે છે, આને કારણે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે સૈનિકોને બચવાનો સમય જ ન મળ્યો.

સેનાએ હજી સુધી મૃત સૈનિકોનાં નામ જાહેર કર્યા નથી. આ અકસ્માત પછી ઉચ્ચ સૈન્ય અધિકારીઓ એકશનમાં આવ્યા હતા. ઘાયલ સૈનિકોને સુરતગઢ ની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણ સૈનિકોના પરિવારને આ અંગે માહિતી આપવામાં આવી છે.

Back to top button