CrimeIndia

અંબાણી ના ઘરની બહાર સ્કોર્પીઓ મુકવા બાબતે સચિન વઝે ને કોણે બલીનો બકરો બનાવ્યો, કોર્ટમાં આપ્યું નિવેદન

ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસના સસ્પેન્ડેડ સબ ઈન્સ્પેક્ટર એ એનઆઈએ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. સચિન વજેએ કોર્ટમાં કહ્યું કે, મને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો. વજેના નિવેદનથી એવું જણાય છે કે એન્ટિલીયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસ અંગે મહારાષ્ટ્રમાં એક મોટું કાવતરું કરવામાં આવ્યું હતું, અને તે કાવતરા અંગે તેમને જાણ હતી. કદાચ તેથી જ તેમણે કહ્યું હતું કે તેમને બલીનો બકરી બનાવવામાં આવ્યો છે.

અદાલતમાં પોતાના નિવેદનમાં સચિન વજેએ કહ્યું હતું કે આ કેસ સાથે મારે કંઈ લેવાદેવા નથી. એનઆઈએ કોર્ટમાં સચિન વજેએ કહ્યું છે કે તેઓ કોર્ટમાં લેખિતમાં તેમના શબ્દો રજૂ કરશે. એનઆઈએ એંટીલિયા નીચેથી સ્કોર્પીઓમાં વિસ્ફોટક મળવાના કેસમાં આરોપી સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વજે સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (યુએપીએ) ની કલમો પણ લગાવી છે.

મુંબઈમાં 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકની કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ કેસમાં વજે એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએએ બુધવારે એક અરજી દાખલ કરીને વિશેષ એનઆઇએ કોર્ટને આ કેસમાં યુએપીએ કલમો ઉમેરવાની અરજી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ પોલીસમાં મદદનીશ ઈન્સ્પેક્ટર વજે પર યુએપીપીએની કલમ 16 અને 18 હેઠળ ગુનો દાખલ કરાયો છે. વજેની કસ્ટડી પૂરી થયાના એક દિવસ પહેલા એનઆઈએએ આ પગલું ભર્યું હતું. એજન્સી કારના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં પણ તપાસ કરી રહી છે. દરમિયાન થાણેની અદાલતે બુધવારે મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી સ્કવોડને હિરેનના મોતની તપાસ અટકાવવા અને તાત્કાલિક રેકોર્ડ એનઆઇએને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

થાણાની એક કેનાલમાંથી 5 માર્ચે હિરેન નું શબ મળી આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 20 માર્ચે તપાસ એનઆઈએને સોંપી હતી, પરંતુ એટીએસની તપાસ ચાલુ હતી. એટીએસએ બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે હિરેન ની મોત અંગે ખુલાસો થાઓ ગયો છે. તે જ સમયે, એનઆઈએએ હિરેન ની હત્યાના મામલે મહારાષ્ટ્રના એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓને હિરાસતમાં લીધા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે એનઆઈએએ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગૌરની અટકાયત કરી હતી.

Back to top button