GujaratIndia

Swiggy પોતાના 2 લાખ કર્મચારીઓને વિનામૂલ્યે કોરોના ની રસી આપશે

દેશમાં ફરી એકવાર કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશની મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓની ચિંતા કરવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે કંપનીઓ હવે કોરોના રસીકરણને કારણે તેમના કર્મચારીઓને વિના મૂલ્યે રસીઓ પ્રદાન કરી રહી છે. આ પહેલ સાથે જોડાતા દેશની ટોચ ની ફૂડ ડીલીવરી કંપની સ્વિગીએ તેના ડિલિવરી પાર્ટનર માટે વિનામૂલ્યે રસીકરણની જાહેરાત કરી છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ બુધવારે કહ્યું હતું કે તે દેશભરમાં તેના 2 લાખ ડિલિવરી પાર્ટનર્સ માટે કોરોના વાયરસ રસીકરણનો આખો ખર્ચ કંપની ઉઠાવશે. કંપનીએ કહ્યું કે આ પ્રોગ્રામના પહેલા તબક્કામાં સ્વિગીના 5500 ડિલિવરી પાર્ટનર 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે જે રસીકરણ માટે પાત્ર છે તેમને રસી આપવામાં આવશે. કંપનીએ અધિકારીઓને પણ જણાવ્યું છે કે પહેલા ડીલીવરી પાર્ટનર ને રસી આપવામાં સહયોગ આપે.

વિનામૂલ્યે રસીકરણની ઘોષણા કરતા સ્વીગીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે પોસ્ટ કર્યું હતું કે,ડિલિવરી પાર્ટનરોએ ખોરાકથી લઈને અનેક વસ્તુ લોકો સુધીના પહોચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. અમને એ જાહેરાત કરવામાં આનંદ થાય છે કે અમે અમારા ડિલિવરી પાર્ટનર માટે રસીકરણ 100% વિનામૂલ્યે કરી રહ્યા છીએ.

સ્વિગી સીઓઓ વિવેક સુંદરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે કોરોના સામે લડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ, અમે અમારા કર્મચારીઓમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને અમારા કોવિડ કવર સહિત અમારા તમામ ડિલિવરી પાર્ટનરમાટે રસીકરણ ખર્ચને પણ આવરી લઈ રહ્યા છીએ.

Back to top button