અમદાવાદ: માતા-પુત્રને એકસાથે કોરોના નો ચેપ લાગ્યો, 4 જ દિવસમાં યુવાન પુત્રનું મોત, 3 વર્ષની પુત્રી નિરાધાર

દેશ સહીત રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતની હાલત ચિંતાજનક બની રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર કોરોના એ કહેર વર્તાવ્યો છે. પરિવારમાં માતા-પુત્રને એકસાથે કોરોના નો ચેપ લાગ્યો હતો. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા ના 4 દિવસ બાદ યુવાન પુત્રનું મોત થયું હતું જેનાથી 3 વર્ષીય પુત્રી નિરાધાર બની ગઈ છે. હોસ્પીટલમાં દાખલ માતા પણ ગંભીર હાલતમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અમદાવાદના મણિનગર વિસ્તારના ઋષિત ભાવસારને પહેલા તાવ આવતો જેથી કોરોના નો ટેસ્ટ કરાવ્યો હતો.જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પીટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.બાદમાં તબિયત લથડતા તેને આઈસીયુ ખસેડાયો હતો. ગુરુવારે તેનું મોત નીપજ્યું હતું.

ઋષિત ના પરિવારમાં એક 60 વર્ષીય માતા, પત્ની અને ત્રણ વર્ષની પુત્રી છે. ઋષિત ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારની જવાબદારી નિભાવી રહ્યો હતો. હાલમાં ઋષિત ના માતા હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.ઋષિત ના મૃત્યુ બાદ હવે બધી જ જવાબદારી તેની પત્ની પર આવી ગઈ છે.

Back to top button