Corona VirusIndiaNews

કોરોના એ આખા પરિવાર ને ખત્મ કર્યો: 10 દિવસ પહેલા પિતાનું મોત, 5 દિવસ પછી પુત્રો અને પત્ની નું મોત, હવે પુત્રવધુ પણ કોરોના સંક્રમિત

કોરોના વાયરસે ઘણા પરિવારો નું નામનિશાન મિટાવી દીધું છે.ઘણા પરિવારના વડીલો તો ઘણા પરિવારનું પાલન પોષણ કરનારા છીનવી લીધા. છત્તીસગઢ ના દુર્ગ જિલ્લામાંથી પણ આવો જ દર્દનાક કિસ્સો બહાર આવ્યો છે. 10 દિવસ પહેલા અહીં ઘરના વડીલ નું મોત નીપજ્યું હતું. આના માત્ર પાંચ દિવસ પછી પુત્રો મૃત્યુ પામ્યા અને 9 દિવસ પછી તેની પત્નીનું પણ મોત થયું.

ભીલાઈ ના સેક્ટર-4 માં રહેતા હરેન્દ્રસિંહ રાવત (78) ને કોરોના નો ચેપ લાગ્યો હતો. 16 માર્ચે તેમનું અવસાન થયું. તેમના મોટા દીકરા મનોજસિંહ રાવત ને પણ કોરોના નો ચેપ લાગ્યો હતો. તેમને રાયપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 21 માર્ચે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હરેન્દ્રસિહ ની પત્ની કૌશલ્યા રાવત (70) નું 25 માર્ચની સવારે મૃત્યુ થયું હતું.\\

નાનો પુત્ર મનીષ (44) નું પણ આ દિવસે સાંજે મૃત્યુ થયું હતું. હવે પરિવારમાં હરેન્દ્રની પુત્રવધૂ અને તેના 2 બાળકો બાકી છે. તેમને પણ કોરોના નો ચેપ લાગ્યો છે.રાવત પરિવારના સબંધી પ્રહલાદસિંહ બિશ્તે જણાવ્યું હતું કે 4 માર્ચે મનોજસિંહ રાવતને તેની રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. રાવત પરિવારના સભ્યોના અચાનક મોતથી ચોંકી ઉઠ્યો છે.

રાજ્યના સૌથી વધુ કેસ દુર્ગ જિલ્લામાં સામે આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 3921 લોકોને ચેપ લાગ્યો હતો અને 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે હરેન્દ્રસિંહ ના સબંધીએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની પણ માંગ કરી છે.

Back to top button