પીએમ મોદીએ કહ્યું કે, 22 વર્ષની ઉંમરે બાંગ્લાદેશની આઝાદી માટે મેં આંદોલન કરેલું અને જેલમાં પણ ગયેલો
બાંગ્લાદેશની આઝાદીની 50 મી વર્ષગાંઠ પર ઢાકા ના રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે પણ બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને જેલમાં ગયા હતા. તેમણે કહ્યું કે મેં અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને જેલમાં પણ ગયા હતા ત્યારે હું 20-22 વર્ષનો હોઇશ. જેલમાં જવાનો અવસર પણ આવ્યો.
પીએમ મોદીએ ઉમેર્યું કે એક નિરંકુશ સરકાર તેના પોતાના નાગરિકોની હત્યા કરી રહી હતી, તેમની ભાષા તેમની ઓળખને કચડી નાખવાનો અવાજ હતો, ઓપરેશન સર્ચલાઇટની નિર્દયતાની વિશ્વમાં જેટલી હોવી જોઈએ તેટલી ચર્ચા થઈ નથી.પીએમએ કહ્યું મુક્તિ યુદ્ધોની ભાવનાને ફરીથી યાદ કરવાનો સમય છે, બાંગ્લાદેશની આઝાદીની લડતને ભારતના દરેક ખૂણાથી, દરેક પક્ષમાંથી, સમાજના દરેક વર્ગમાંથી સમર્થન મળ્યું હતું.
તે સમયના વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રયત્નો અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા સારી રીતે જાણીતી છે.આ ઉપરાંત અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે અમે ફક્ત સ્વાતંત્ર્ય સંગ્રામમાં જ નથી આવ્યા, જેમણે પોતાનો જીવ બલિદાન આપ્યો છે તેમની સાથે લડી રહ્યા છીએ. અમે ઇતિહાસ રચવા નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.