GujaratIndiaNews

રાજ્યમાં આગામી ચાર દિવસમાં હિટવેવની આગાહી,તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા,

કોરોના મહામારી સાથે-સાથે હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પણ દઝાડશે.ઉત્તરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે.દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યમાં ઉનાળો આકરો સાબિત થશે.હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે,જેમાં શનિવાર-રવિવારે કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે.

જેમાં કચ્છ,જૂનાગઢ,સૌરાષ્ટ્ર,ગીર સોમનાથ,પોરબંદર, સુરેન્દ્રનગર,રાજકોટ,અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.માત્ર એટલું જ નહીં હવામાન વિભાગે લોકોને ઘરની બહાર કામ સિવાય પણ બહાર ન આવવા વિનંતી કરી છે,આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો બીમાર ના પડે માટે અગાઉ વિનંતી કરી છે.

આવો ગરમીનો પારો સતત વધતો જ રહ્યો તો એપ્રિલ મહિનામાં ગરમી ખૂબ જ સહન કરવી પડી શકે છે.જો કે,હાલમાં અમદાવાદ શહેરમાં હવાનું પ્રદુષણ પણ કોરોના દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.પુના અને દિલ્હી બાદ હવે સૌથી વધારે અમદાવાદમાં પ્રદુષિત હવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

શહેરમાં AMC દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.જેનાથી શહેરમાં થતા હવાના પ્રદૂષણ વિશે માહિતી મેળવી શકાય છે.હાલની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદ એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 નોંધાયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે,રાજ્યમાં આાગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે.આગામી શુક્રવાર-શનિવારે પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ,રવિવાર-સોમવારના પોરબંદર-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-કચ્છ-સાબરકાંઠા-બનાસકાંઠામાં હીટવેવ રહેશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે.

ગુજરાતમાં ગરમીનાં પ્રમાણમાં સતત વધારો-અમદાવાદમાં મહત્તમ 38.0 ડિગ્રી,વડોદરામાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન,સુરતમાં મહત્તમ 38.4 ડિગ્રી તાપમાન,રાજકોટમાં મહત્તમ 39.0 ડિગ્રી તાપમાન,ભાવનગરમાં 37.1 ડિગ્રી મહત્તમ તાપમાન,ગાંધીનગરમાં મહત્તમ 38.0 ડિગ્રી તાપમાન,પોરબંદર 40.4 ડિગ્રી સાથે સૌથી હિટવેવ શહેર છે.

Back to top button