CrimeIndia

બહેન ના પ્રેમી થી નારાજ હતો ભાઈ, પ્રેમી ની બહેન સાથે કર્યું આવું

યુપીના દેવરિયામાં એક મહિના પહેલા હત્યા કરાયેલ યુવતી ની હત્યાનું રહસ્ય બહાર આવતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ગામના એક યુવક સાથે બહેનના પ્રેમસંબંધ બાદ બદલો લેવા આરોપીએ યુવાનની બહેનની હત્યા કરી હતી. આ માટે આરોપીએ તેના મિત્રની મદદ લઇ હત્યાને અંજામ આપ્યો હતો.

વિશાલ ચૌહાણ નામનો યુવાન સુનીલ ચૌહાણની બહેન સાથે પ્રેમમાં હતો. આ પ્રેમ પ્રકરણની ચર્ચા ગામમાં જોરશોરથી ચાલી રહી હતી. આથી નારાજ સુનીલ ચૌહાણે તેની બહેનના પ્રેમી વિશાલ ચૌહાણ સાથે બદલો લેવાની યોજના બનાવી. આ માટે આરોપીએ તેના મિત્રની મદદથી પ્રેમી વિશાલ ચૌહાણની બહેન ખુશીની ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ બનાવમાં વપરાયેલી છરી પણ મળી આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે મદનપુર પોલીસ સ્ટેશનના ભીતહા ગામમાં રહેતા 17 વર્ષીય ખુશીની લાશ 23 ફેબ્રુઆરીએ ગામની બહાર ખેતરમાં મળી હતી. યુવતીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. જેમાં મદનપુર પોલીસ સ્ટેશનની પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધીને 302 હેઠળ તપાસ હાથ ધરી હતી. આઇજી ઝોન ગોરખપુર રાજેશ મોદક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરુ કરી હતી.

તેમજ આ કેસના ખુલાસામાં વિલંબ થતાં આઇજીએ તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઠપકો આપ્યો હતો. સતત તપાસ બાદ પોલીસ સુનિલ ચૌહાણ અને પરમહંસ ચૌહાણની પુછપરછ ગામમાંથી જ કરી રહી હતી. પૂછપરછમાં જે ઘટસ્ફોટ થયો હતો તેનાથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સુનિલ ચૌહાણે જણાવ્યું કે મૃતક ખુશીના ભાઈનું પ્રેમ સંબંધ તેની બહેન સાથે બે વર્ષથી ચાલતું હતું, જેને પગલે વિવાદ પણ થયો હતો.

આરોપીએ પોલીસને જણાવ્યું કે થોડા દિવસ બાદ ખુશીનો ભાઈ વિશાલ ચૌહાણ નોકરી કરવા ગુજરાત ગયો હતો, પરંતુ બે મહિના પહેલા તે ઘરે પાછો આવ્યો ત્યારે ગામલોકો તેની સાથે સારો વ્યવહાર કરતા ન હતા. આ પછી તેના મગજમાં બદલો લેવાની વૃત્તિ જાગી ગઈ.

17 ફેબ્રુઆરીએ ખુશી ખેતર તરફ ઘાસચારો લેવા જઈ રહી હતી. તે દરમિયાન સુનીલે તેના સાથી પરમહંસ સાથે મળીને ખુશીનું ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી 23 ફેબ્રુઆરીએ ખુશીનો મૃતદેહ ગામની મહિલાએ ઘઉંના ખેતરમાં પડેલો જોયો હતો. ત્યારબાદ પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી.

Back to top button