GujaratSouth GujaratSurat

સુરત: અતુલ બેકરીના માલિકે મોડી રાત્રે 4 વાહનોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

Surat: વેસુ વિસ્તારમાં મોદી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ 4 વાહનો ને અડફેટે લીધા હતા. બનાવ ની વાત કરીએ તો જે.એચ. અંબાણી હાઇસ્કૂલ પાસે અતુલ વેકરિયાની કારે 4 વાહનોને અડફેટે લીધા હતા જેમાં 2 લોકોને ઈજાઓ થઇ હતી અને એક મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે.

ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી જ અતુલ વેકરીયા ને પકડી લીધો હતો. અતુલ વેકરીયા પોલીસને કહેતો હતો કે ગાડી તે નહી ડ્રાઈવર ચલાવતો હતો અને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.અતુલ વેકરીયાના કહેવા મુજબ ડ્રાઈવરે વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

જો કે સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ ગાડી અતુલ વેકરીયા જ ચલાવતો હતો અને બેફામ સ્પીડ હોવાથી વાહનોને અડફેટે લીધા હતા. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જ સાચી માહિતી સામે આવી શકે છે. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને લોકોને દુર કર્યા હતા.

Back to top button