International

વોશિંગ મશીન ના ડ્રાયરમાં સાંપ હતો, મહિલાએ મશીન ચાલુ કરી દેતા…

જો તમે કપડા ધોવા અને સૂકવવા માટે ઘરે વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહો. અમેરિકાના ફ્લોરિડામાં શું બન્યું તે જાણીને તમારે પણ સાવધ રહેવાની જરૂર છે. ત્યાંના એક પરિવારે કપડા ધોયા પછી તેને વોશિંગ મશીન ડ્રાયરમાં સૂકવવા માટે મૂકી દીધા પરંતુ વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ ડ્રાયર ચાલ્યું નહી અને પ્રવાહી બહાર આવવા લાગ્યું. આ પછી જ્યારે તેણે મિકેનિકને બોલાવ્યો અને મશીન જોવાનું કહ્યું તો ડ્રાયરમાંથી એક મૃત સાપ મળી આવ્યો.

ફ્લોરિડામાં રહેતો આ પરિવાર વશિંગ મશીનના ડ્રાયરમાં રાબેતા મુજબ કપડાં ધોવા અને સૂકવવા મુકે છે પરંતુ આ વખતે ડ્રાયર ચાલુ જ નહી. આ સમય દરમિયાન ડ્રાયરમાંથી પ્રવાહી નીકળવા લાગ્યું હતું.

આ પછી તેમણે મિકેનિક ઘરે બોલાવ્યો હતો અને તપાસ કરી હતી.મિકેનિકે જોયું તો અંદર મૃત સાંપ ફસાયેલો તો અને તેણે ડરીને ચીસ પાડી. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે,આ સાંભળીને મિકેનિક અને મારા મોમાંથી ચીસ નીકળી ગઈ. મિકેનિક પણ મશીન થી દુર જતો રહ્યો હતો.

મિકેનિક કોબલેએ ટીવી ચેનલને કહ્યું હતું કે આ સામાન્ય નથી, સાપ ડ્રાયરમાં પણ પ્રવેશી શકે છે.તેમણે કહ્યું કે આ સાપને કારણે કંઇક ખરાબ થઈ શકે છે, પરંતુ મને રાહત થઇ કે તે મરી ગયો હતો.આ પછી મિકેનિકે મૃત સાપને ડ્રાયરમાંથી બહાર કાઢ્યો અને કપડામાં વીંટી ને બહાર ફેંકી દીધો હતો.

Back to top button