Corona VirusInternationalNews

અહી કોરોના ના કેસને કારને હાલત ખરાબ, 14 દિવસ ના કડક લોકડાઉન ની તૈયારી

વિશ્વભરમાં કોરોના વાયરસે ફરીવાર માથું ઊંચક્યું છે. ભારત સહીત અનેક દેશમાં કોરોના ના કેસમાં અચાનક વધારો થયો છે. જર્મનીમાં પણ વધતા કેસને કારણે હાલત ગંભીર બની રહી છે. અહીં 14 દિવસ ના કડક લોકડાઉનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જર્મનનાં આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે જણાવ્યું હતું કે કોરોના નિયંત્રણ માટે દેશમાં 10 થી 14 દિવસનો લોકડાઉન જરૂરી છે.

અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગયા વર્ષે પણ અમે દેશવાસીઓને ઘરે રહેવાની સલાહ આપી હતી. આ વખતે આવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દરમિયાન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ચીફ ઓફ સ્ટાફે પણ દેશના કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હેલ્ગ બ્રુને કહ્યું કે અમે આ સમયે સૌથી ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોનાને કાબુમાં લેવાની જરૂર છે.

બ્રાને કહ્યું કે આગામી થોડા અઠવાડિયા નક્કી કરશે કે આપણે રોગચાળાને કાબૂમાં કરી શકીશું કે નહીં? જો ચેપ આ રીતે સતત વધતો જાય, તો કોરોનાના નવા સ્ટ્રેઈન નું જોખમ પણ વધશે, અને આ કદાચ રસીની અસરને પણ અસર કરશે. જો તેમ થાય તો અમને નવી રસીની જરૂર પડશે અને અમારે ફરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ કરવો પડશે.

આ ઉપરાંત બ્રાઝિલમાં પણ દિવસેને દિવસે હાલત ખરાબ થઇ રહી છે.ગઈકાલે બ્રાઝીલમાં કોરોનાના 83,039 કેસ નોંધાયા હતા. આ સાથે 3368 લોકોના મોત નીપજ્યાં હતા. આ સતત બીજો દિવસ છે કે અહીં 3000 થી વધુ લોકોના મોત થયા છે. આ પહેલા શનિવારે 3600 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી ચેપગ્રસ્ત દેશ છે. અમેરિકા પ્રથમ છે અને ભારત ત્રીજા નંબરે છે.

Back to top button