GujaratSouth GujaratSurat

સુરત: પતિએ પત્નીને વિડીયો કોલ કર્યો અને પ્રેમિકા સાથે શારીરિક સબંધ બનાવ્યા, જોઇને પત્નીએ ફીનાઈલ પી લીધું

સુરતમાં દરરોજ મહિલા અત્યાચાર ના કેસ સામે આવી રહ્યા છે, દરરોજ આપઘાતના કેસ સામે આવી રહ્યા છે.ત્યારે હવે એક અલગ કેસ સામે આવ્યો છે. પતિએ પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો. આ પછી પત્નીએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ અડાજણના રેવાનગરમાં રહેતા સુરેશે(નામ બદલ્યું છે) 11 વર્ષ પહેલા અમરોલી વિસ્તારમાં રહેતી મનીષા(નામ બદલ્યું છે) સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરેશ ને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.

સુરેશે તેની પત્ની પર હુમલો કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તેની પ્રેમિકા પણ તેને ફોન કરીને પરેશાન કરતી હતી. બંનેથી પરેશાન મનીષા તેની માતા ના ઘરે રહેવા જતી રહી હતી. પણ સુરેશે બેશરમી ની હદ વટાવી દીધી હતી. તેણે પત્નીને વિડીયો કોલ કર્યો અને લાઈવ વિડીયો કોલમાં જ પ્રેમિકા સાથે શારીરિક સબંધ બનાવ્યા હતા.આ જોઇને મનીષાએ સ્ક્રીનશોટ લઇ લીધા હતા.

જો કે આ બધું જોઇને પરેશાન મનીષા એ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો જીવ બચી ગયો હતો. આ કેસમાં પીડિતાએ તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Back to top button