IndiaUP

ભેંસ ના દૂધ ને લઈને બબાલ, દૂધ ની બબાલ ફાયરીંગ સુધી પહોચી જશે એવું કોઈએ વિચાર્યું પણ ન હતું

આઝમગઢ માં ભેંસના દૂધના કારણે હંગામો થયો હતો. ભેંસ દ્વારા દૂધ ઓછુ આપવા મામલે બે પક્ષ વચ્ચે બબાલ થઇ હતી.બબાલમાં ફાયરિંગ પણ થયું હતું. ફાયરિંગને કારણે વિસ્તારમાં ગભરાટ નો માહોલ ફેલાયો હતો. જેને કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો.

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ભેંસના દૂધને લીધે આટલી મોટી માથાકૂટ થશે તેવું કોઈએ વિચાર્યું પણ નહી હોય.ભેંસની ખરીદી કર્યા પછી જ્યારે ભેંસે દૂધ ઓછું આપ્યું તો ખરીદનાર ગુસ્સે થયો અને ભેંસો પરત આપવા બાબતે માથાકૂટ થઇ ગઈ. આ વિવાદ એટલો વધી ગયો કે રવિવારે ગોળીબાર પણ થયો હતો. આ ફાયરિંગમાં કોઈને ઈજા પહોચી નથી.

બનાવની જાણ થતાં જ જ્યાનપુર કોટવાલ હેમેન્દ્રસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે પૂર્વે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિના પહેલા ભેંસ અંગે વિવાદ થયો હતો. ફહીમ સાઉદીમાં નોકરી કરે છે. ઘરે તેની પત્ની સોહરાયા બાનો અને તેના બે પુત્રો રહે છે.

ફહીમની પુત્રી મહાજાબીને જણાવ્યું કે આરોપી સોનુ ઘરની છત ઉપર ચડ્યો હતો. જે બાદ તેણે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં તેનો ભાઈ માંડ માંડ બચી ગયો હતો. આરોપીઓએ સીધા રૂમમાં જ ફાયરીંગ કર્યું હતું અને રૂમમાં બેડ પર ગોળીઓના નિશાન પણ છે.

Back to top button