AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSurat

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 2270 કેસ નોંધાયા, સુરતમાં જ 775 કેસ

દેશભરમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના બેકાબુ થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 2270 કેસ નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના ના કારણે કુલ મૃત્યુઆંક 4492 થયો છે. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં 600 થી વધુ કેસ નોંધાયા હતા.

સુરતમાં દરરોજ 25% પરીક્ષણોમાં 3% કેસ આવી રહ્યા છે. શહેર-ગ્રામીણમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ એટલે કે દર 2 મિનિટમાં એક કેસ સામે આવ્યો છે. તેમાંથી 611 શહેરના અને 164 ગ્રામીણના છે. અત્યાર સુધીમાં સુરતમાં 1165 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રવિવારે 586 દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમાંથી 481 શહેરના અને 105 ગ્રામીણના છે.

હવે કોરોના રાજનીતિમાં પણ પહોચી ગયો છે. શનિવારે સુરત ના મેયર હેમાલી બોઘાવાલા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ કેટલાય કોર્પોરેટરો ને પણ કોરોના નો ચેપ લાગ્યો છે. મેયર સાથે ભાજપના ચાર કાઉન્સિલરો કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. રવિવારે 3 ભાજપ અને એક આમ આદમી પાર્ટી કોર્પોરેટર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

કાપડ બજાર, ડાયમંડ એકમો, ફળ-શાકભાજી વિક્રેતાઓમાં સુપર સ્પ્રેડર્સ વધુ છે, તેથી અઠવાડિયામાં એકવાર આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવા કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમ125 થી વધુ સુપર સ્પ્રેડર્સ નોંધાયા છે. સુપર સ્પ્રેડર્સ નુંફરીથી આરટી-પીસીઆર પરીક્ષણ કરવામાં આવશે.

Back to top button