GujaratSouth GujaratSurat

સુરત: પરિવાર ધૂળેટી ઉજવવા ફાર્મહાઉસ જઈ રહ્યો હતો, મોડીરાત્રે કાર કેનાલમાં ખાબકતા માસુમ બાળક સહીત 2 ના મોત

સુરતના કતારગામમાં રહેતો પરિવાર રાત્રિના સમયે ઓલપાડ ફાર્મહાઉસ જવા નીકળ્યો હતો પણ મોડી રાત્રે તેમની કાર કેનાલમાં ખાબકી ગઈ હતી.રાત્રિના સમયે કાર પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી.આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. કારમાં સવાર અન્ય લોકોને પણ ઈજાઓ થઇ હતી જેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ પરિવાર ધુળેટીની ઉજવણી માટે જઈ રહ્યો હતો.કતારગામમાં રહેતા મયુરભાઈ ગાબાણી ઓલપાડના એરથાણ ગામના ફાર્મ હાઉસમાં જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી ગઈ હતી.

કારમાં સ્વર કુલ 5 લોકો ડૂબ્યા હતા જેમાં મયુરભાઈ અને મિત્રનો 2 વર્ષ નો માસૂમ પુત્ર અર્જુનનું દુખદ મોત થયું હતું. કારમાં સવાર મયુરભાઈ ની પત્ની શીતલ અન્ય 2 લોકોને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હોળીના તહેવારમાં જ 2 પરિવારમાં મૃત્યુના સમાચાર આવતા શોક નો માહોલ સર્જાયો છે.

Back to top button