India

અચાનક ટર્ન લેવા જતા રિક્ષા અને કારની ટક્કર, ધમાકો એટલો ગંભીર હતી કે રિક્ષામાં આગ લાગી અને 4 ના મોત

સોમવારે મુંબઇના કરજત-નેરલ રોડ પર કાર અને ઓટો રિક્ષા વચ્ચે ભીષણ અથડામણમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાનો ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક હાઇ સ્પીડ કાર રસ્તા પર ઓટો રિક્ષાને ટક્કર કરતી જોવા મળી છે. આ ટક્કર એટલી ગંભીર હતી કે ઓટો રિક્ષામાં આગ લાગી હતી અને તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કરજત-નેરલ માર્ગ પર દિંડાલ નજીક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને વાહનોની ટક્કર બાદ ઓટોરીક્ષાની સીએનજી ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ થોડી જ સેકંડમાં ઓટો રિક્ષા સળગી ઉઠી હતી અને ડ્રાઇવર અને અન્ય ત્રણ લોકો આગની ચપેટમાં આવી ગયા. આ અકસ્માતમાં બે મહિલાઓ, એક બાળક અને એક પુરુષનું મોત નીપજ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હાઇવે પર રીક્ષાચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો અને પાછળથી આવી રહેલી કારને ટક્કર મારી હતી. રિક્ષામાં આગ લાગતાની સાથે જ કારમાં સવાર ત્રણ લોકો બહાર આવ્યા હતા અને મદદ માટે લોકોને બોલાવી રહ્યા હતા. જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં સુધીમાં મોડું થઇ ગયું અને રિક્ષામાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા.

Back to top button