IndiaNews

અહિયાં વીજળીના થાંભલાને ટકરાઈ કાર,સબ ઈન્સ્પેકટર સહિત 2 પોલીસકર્મીના મોત,3 ઘાયલ,

ઇલેક્ટ્રિક વીજળી સાથે ટક્કર મારતા હાઇ સ્પીડ કાર આ અકસ્માતમાં એક સબ ઇન્સપેક્ટર સહિત બે પોલીસ કર્મચારીનાં મોત નીપજ્યાં હતાં,જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.જેમને સારવાર માટે મેરઠ મેડિકલ રિફર કરાયા હતા.આ ઘટના મંગળવારે મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર રોડની છે.

તમને જણાવી દઈએ કે આ ટક્કર એટલી ભીષણ હતી કે મારુતિ સ્વીફ્ટ ડિઝાયર કાર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.કારમાં સવાર પોલીસ કર્મીઓ શાહપુર રોડ ઉપર જઇ રહ્યા હતા.રાખી પબ્લિક સ્કૂલ પોલીસ ચોકી પાસે તેમની કાર એક થાંભલા સાથે ટકરાઈ હતી.આ ટક્કર એટલી ગંભીર હતી કે કારને ખૂબ જ નુકસાન થયું હતું અને બે પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

એક પોલીસ કર્મચારી અજય રાખી પબ્લિક સ્કૂલ પોલીસ ચોકી પર તૈનાત હતો,જ્યારે બીજો પ્રદીપ અહીંથી બિજનૌર શિફ્ટ થયા હતા.જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.જેમને ઇજાગ્રસ્ત અવસ્થામાં બેગરાજપુર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં જ પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી.પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Back to top button