Corona VirusGujarathealthNews

કોરોના અને સીઝનલ તાવ એકસાથે: લક્ષણો પણ સરખા, ડોક્ટરોએ કહ્યું હવે શું કરવું

આ વર્ષે સિવિલ હોસ્પિટલમાં મોસમી ફ્લૂના દર્દીઓ જોવા મળતા નથી. જ્યારે દર વર્ષે માર્ચ પહેલા 1000 થી વધુ દર્દીઓ કોરોના આવતા હતા. ડોકટરો કહે છે કે હવે સીઝનલ ફ્લૂ કોરોના સાથે આવી રહ્યો છે, તેથી બંનેને એક સરખી સારવાર આપવામાં આવી રહી છે. દર વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં સીઝનલ ફ્લૂના કેસો મોટી સંખ્યામાં આવતા હતા.

સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2017 માં આ મહિનાઓમાં દરરોજ સીઝનલ ફ્લૂના 700 થી વધુ કેસ આવ્યા હતા. 2018 માં, વર્ષ 2019 અને 2019 માં દરરોજ 800 અને 1100 કેસ જોવા મળ્યા હતા. માર્ચ 2020 માં સીઝનલ ફ્લૂને કારણે દરરોજ 1000 દર્દીઓ સિવિલમાં આવતા હતા. કોરોના ને કારણે તેના દર્દીઓ આવતા જ નથી.

કોરોના અને મોસમી ફ્લૂના દર્દીઓની સારવાર સમાન છે. તાવ માટે એન્ટિબાયોટિક ગોળી, પેરાસીટામોલ, કફ સીરપ, મલ્ટી વિટામિન ગોળી વગેરે આપવામાં આવે છે. ગંભીર કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડાસિવીર જેવી દવાઓ આપવામાં આવે છે.

ડોક્ટર ના કહેવા મુજબ ફેબ્રુઆરીથી એપ્રિલનો સમયગાળો સીઝનલ ફ્લૂ અથવા અન્ય વાયરલ રોગો માટે અનુકૂળ છે. કોરોના હવે મોસમી ફ્લૂ સાથે મળીને આક્રમક બની શકે છે. મોસમી ફલૂ કોરોના ફેલાવવામાં મદદ કરે છે. કોરોનામાં ઓછી શરદી, વધારે તાવ, ઝાડા જેવા લક્ષણો વધુ જોવા મળે છે જેથી લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને લક્ષણો ગંભીર બને તો કોરોના નો ટેસ્ટ કરાવવો જોઈએ.

Back to top button