BusinessIndia

એકાદ-બે મહિનામાં સોનાનો ભાવ આટલો ઘટી શકે છે, જાણી લો

સોનાના ભાવ ફરી એકવાર ઘટ્યા છે. બુધવારે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.44,228 પર આવી ગયો છે. 1 માર્ચે સોનું 45, 520 રૂપિયા હતું. એટલે કે એક મહિનામાં સોનું 1,292 રૂપિયા સસ્તુ થયું છે. તે જ સમયે જ્યારે ચાંદીની વાત કરવામાં આવે છે, ત્યારે તે પણ 62,727 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જે 1 માર્ચે રૂ.68,877 હતી.

એક્સપર્ટ ના કહેવા મુજબ જ્યારે ડોલર મજબૂત હોય ત્યારે સોનાના ભાવ નીચા હોય છે. હમણાં એક ડોલર ની કિંમત 73.45 રૂપિયાની બરાબર છે અને તેની કિંમત વધુ વધી શકે છે.ડોલર ની મજબૂતાઈ આવતા 1-2 મહિનામાં સોનું 43,500 ની આસપાસ લાવી શકે છે. દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર આવી છે. આવી સ્થિતિમાં તમે લાંબા ગાળે સોનામાં વધારો જોશો.

તેમના કહેવા પ્રમાણે વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત 48 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. તમે આ વલણને આ રીતે સમજી શકો છો કે માર્ચની શરૂઆતમાં સોનું 44 હજાર પર આવી ગયું હતું, પરંતુ હવે ફરી એક વખત ભાવમાં વધારો થયો છે.

1 જાન્યુઆરીએ સોનું 50, 300 રૂપિયા હતું. જે હવે 44, 228 રૂપિયા પર આવી ગયું છે.એટલે કે આ વર્ષે સોનામાં 6,072 રૂપિયા ભાવ ઘટ્યો છે. થોડા મહિના પછી તેજી આવી શકે છે. વર્ષના અંત સુધીમાં સોનું 48 હજાર સુધી પહોંચવાની ધારણા છે.

Back to top button