BjpCongressIndiaPolitics

રાહુલ ગાંધીએ પીએમ મોદી વિશે એવું કહી દીધું કે ભક્તો નું લોહી ઉકળી જશે

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આસામમાં છે. ચૂંટણીના માહોલમાં દરેક રાજકીય પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આસામ ના કામરૂપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે તેઓ અહીં ખોટું બોલવા નથી આવ્યો. મારું નામ નરેન્દ્ર મોદી નથી.

જો તમે આસામ,ખેડુતો અથવા કંઈપણ વિશે જૂઠ્ઠું સાંભળવા માંગતા હો, તો તમે તમારા ટીવી ની સ્વીચ ચાલુ કરો અને નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈ શકો છો અને ગમે તેટલું જુઠ સાંભળી શકો છો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રોજગાર આપવાનો પ્રયાસ કરતી નથી, યુવાનોની મદદ કરવાનો પ્રયાસ કરતી નથી, તેના બદલે આસામ પર આક્રમણ કરે છે.

સીએએ એ આસામ પર હુમલો છે, તે માત્ર કાયદો નથી.તે તમારા ઇતિહાસ, ભાષા અને ભાઈચારો પર હુમલો છે અને તેથી જ અમે તેને અટકાવી રહ્યા છીએ. અગાઉ પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા બાદ રાહુલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પાંચ ગેરંટી આપી છે, આ આપણી ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે. અમે ભાજપ નથી, છત્તીસગઢ, પંજાબ, કર્ણાટકમાં અમે કહ્યું હતું કે દેવું માફ કરી દેવામાં આવશે અને કરી પણ દીધું.

બીજી તરફ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે આસામમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે અસમની અંદર વર્ષોથી આતંકવાદ હતો, ગોળીઓ ચલાવવામાં આવી હતી. યુવકો અને પોલીસકર્મી માર્યા ગયા. પરંતુ કોંગ્રેસે કશું જ કર્યું નહીં.

Back to top button