GujaratSouth GujaratSurat

સુરતની યુવતી નો જીવ લેનાર અતુલ વેકરીયા પર 304 અને દારૂ પીને ગાડી ચલાવવાની કલમો લગાવાઈ, પરિવારે કહ્યું અમારે ન્યાય જોઈએ

Surat: વેસુમાં માર્ગ અકસ્માતના આરોપી Atul Vekariya સામે પોલીસે આઈપીસીની કલમ 304 લગાવી છે. આ સાથે મોટર વ્હીકલ એક્ટની કલમ 185 પણ લગાવી દેવાઈ છે. પોલીસે કહ્યું કે અમારી પાસે આવા બે પુરાવા છે, જેના આધારે આરોપી અતુલ વેકરીયા વિરુદ્ધ કલમ 304 લગાવી છે.

પહેલુ છે સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ અને બીજુસીસીટીવી ફૂટેજ, ત્યારબાદ પોલીસે કોર્ટમાં રિપોર્ટ કર્યા બાદ પોલીસે આ કેસમાં કલમોમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે. હવે પોલીસ બુધવારે ફરીથી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે જેથી આરોપીની ધરપકડ થઈ શકે.

29 વર્ષીય મૃતક ઉર્વશી ચૌધરીના પરિવારે આરોપ લગાવ્યો છે કે આરોપી અતુલ વેકરીયાએ કેસ ખતમ કરવા માટે પૈસાની લાલચ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પર આ માટે દબાણ પણ કરાયું હતું. જણાવી દઈએ કે 26 માર્ચે અતુલ વેકરીયાએ વેસુમાં બાલાજી હોન્ડા શોરૂમની સામે સાઇડ રોડ પર બે સ્કુટી ને ટક્કર મારી હતી.

આ ટક્કરમાં સ્કુટી પર બેઠેલી 29 વર્ષીય ઉર્વશી ચૌધરીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાની ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં પોલીસે આરોપી સામે મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 ઉપરાંત કલમ 279, 337, 338, 304 એ હેઠળ ગુનો નોંધ્યો. જેના કારણે આરોપીને 15 હજાર રૂપિયાના જામીન પર ઇન્ચાર્જ કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરાયો હતો.

અતુલ વેકરીયા સામે હળવી કલમો લગાવતા સોશિયલ મીડિયા પર લોકોએ સુરત પોલીસનો વિરોધ કર્યો હતો અને ઉર્વશી ને ન્યાય અપાવવા પણ લોકો આગળ આવ્યા હતા. ઉર્વશીના ભાઈ નીરજ ચૌધરીએ જણાવ્યું હતું કે તેની નિર્દોષ બહેનને મારનાર અતુલ વેકરીયા માટે સૌથી કડક સજાની માંગ કરશે. મારું આખું કુટુંબ એવી આશામાં બેઠું છે કે મારી બહેનને કાયદેસર રીતે ન્યાય મળે. પરંતુ પોલીસ સ્ટેશનમાં જે પ્રકારની રમત ચાલી રહી છે તે જોયા બાદ અમે પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત કરીએ છીએ. પણ હું મારી બહેન સાથે ન્યાય કરીશ.

ડીસીપી ઝોન 3 વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અતુલ વેકરીયાનો સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. તેના પ્રાથમિક રીપોર્ટ ને જ આધાર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્લડ ટેસ્ટ એફએસએલમાં મોકલવામાં આવે છે. સીસીટીવી ફૂટેજમાં તેમની કાર 2 સ્કૂટીને ટક્કર મારે છે તે દેખાય છે.

કોર્ટે સ્વીકાર્યું કે આ કેસમાં આઈપીસીની કલમ 304 અને એમવી એક્ટ 185 લાગુ કરવી જોઈએ. આ કેસમાં પોલીસે શનિવારે આઈપીસીની કલમ 304 લગાવવાની અરજી કરી હતી. હવે પોલીસ ફરીથી રિપોર્ટ બનાવી કોર્ટમાં રજૂ કરશે અને આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Tags
Back to top button