BusinessGujaratIndia

પાનકાર્ડ-આધારકાર્ડ હજી લિંક નથી કર્યું? ચિંતા ન કરો, સરકારે આટલો સમય વધુ આપ્યો

PAN card-Aadhaar card not linked yet? Don't worry, the government gave more time

છેલ્લા કેટલાક સમયથી સરકારે દ્વારા લોકોને Aadhaar અને Pandard link કરવા જણાવવામાં આવ્યું છે પણ હજી ઘણા લોકો લિંક કરી શક્ય નથી. 31 માર્ચ છેલ્લો દિવસ હતો અને બાદમાં પેનલ્ટી લગાવવાની વાત સરકારે કરી હતી જો કે જે લોકોએ હજી સુધી તેમનું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કર્યું નથી, તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે.

કેન્દ્ર સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. આવકવેરા વિભાગે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આવકવેરા વિભાગે એક ટવીટમાં જણાવ્યું છે કે ‘કેન્દ્ર સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 થી વધારીને 30 જૂન 2021 કરી છે. આ નિર્ણય કોરોના વાયરસ રોગચાળાને લીધે થતી સમસ્યાઓના ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં, લોકોને પાન અને આધાર લિંક કરવા વધુ 3 મહિનાનો સમય મળ્યો છે.પરંતુ જો તમે હવે 30 જૂન 2021 સુધીમાં તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરો, તો પછીથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.પાનકાર્ડ અને આધારકાર્ડને જોડવાની અંતિમ તારીખ અંગેની માહિતી વધારતા પહેલા લોકોએ છેલ્લા દિવસે સર્વર જ જામ કરી દીધું હતું.

જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ આજે ​​પોતાનું પાનકાર્ડ અને આધારકાર્ડ જોડવામાં અસમર્થ હોવાને કારણે સોશિયલ મીડિયા પર અંતિમ તારીખ વધારવાની માંગ પણ કરી હતી. હવે આવા લોકોને પણ રાહત મળી છે. હવે તે આરામથી 30 જૂન 2021 સુધીમાં તેના પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરી શકે છે.

Tags
Back to top button