BollywoodIndia

અભિનેત્રી કિરણ ખેર ને બ્લડ કેન્સર ની પુષ્ટિ, જાણો શું હોય છે આ મલ્ટીપલ માયલોમા, કેવા હોય લક્ષણો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત છે. કિરણ ખેરના પતિ અને અભિનેતા અનુપમ ખેરે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે કિરણ મલ્ટીપલ માયલોમાથી પીડિત છે. તમને જણાવી દઇએ કે આ બ્લડ કેન્સરનો એક પ્રકાર છે.

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અનુપમ ખેરે લખ્યું છે કે,અફવાઓ લોકોને પરેશાન ન કરે તેથી હું અને સિકંદર બધાને કહેવા માંગીએ છીએ કે કિરણ મલ્ટીપલ માયલોમાથી પીડિત હોવાનું જણાયું છે, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. હાલમાં તેણીની સારવાર ચાલી રહી છે અને અમે જાણીએ છીએ કે તે વધુ મજબુત બનીને બહાર આવશે.

અમને ખુશી છે કે સારા ડોકટરોની ટીમ તેની દેખરેખ રાખે છે. તે હંમેશાં ફાઇટર રહી છે અને હંમેશાં કઠિન બાબતોનો સામનો કરતી રહી છે. તે દરેકને પ્રેમ આપે છે, તેથી જ તેના ઘણા ચાહકો છે. તેથી તેમને તમારો પ્રેમ આપતા રહો, તેમના માટે પ્રાર્થના કરો.આ પહેલા બુધવારે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતી વખતે ચંદીગઢ ભાજપ અધ્યક્ષ અરૂણ સૂદે કહ્યું હતું કે બોલિવૂડની 68 વર્ષીય અભિનેત્રીથી રાજકારણી બનેલી કિરણ ખેરને તેમની બીમારી વિશે ખબર પડી છે.

ચંદીગઢ ભાજપ અધ્યક્ષ અરુણ સૂદના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેર ના હાથમાં ફ્રેકચર થયું હતું. મેડિકલ તપાસ બાદ તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું. આ રોગ તેના ડાબા હાથ અને જમણા ખભામાં ફેલાયો હતો. 4 ડિસેમ્બરે તેમને સારવાર માટે મુંબઇ લઈ જવામાં આવ્યા છે.

મલ્ટીપલ માયલોમા એ બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. આ રોગમાં લોહીમાં શ્વેત રક્તકણોથી સંબંધિત સમસ્યા થાય છે. જેના કારણે કેન્સરના કોષો એકઠા થવા લાગે છે, જેના કારણે સામાન્ય કોષો પ્રભાવિત થાય છે. અંદર પ્લાઝમ સેલ્સની હાજરીને કારણે તેને મલ્ટીપલ માયલોમા કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં પુરુષો કરતાં આ રોગનું જોખમ વધારે છે.

લક્ષણો: હાડકાનો દુખાવો, બેચેન રહેવું,કબજીયાત, ભૂખ ઓછી લાગવી, માનસિક તણાવ,થાકી જવું, વારંવાર ઇન્ફેકશન લાગવું, ઝડપથી વજન ઘટવું, પગમાં કમજોરી લાગવી, વધુ તરસ લાગવી વગેરે તેના લક્ષણો છે.

ડોકટરો હજી સુધી આ રોગના સ્પષ્ટ કારણો આપી શક્યા નથી. આનું મુખ્ય કારણ 35 વર્ષથી ઉપરની ઉંમર, જાડાપણું, આનુવંશિકતા, શરીરમાં કેલ્શિયમનો અભાવ, એનિમિયા વગેરે હોઈ શકે છે. જો તમને મલ્ટીપલ માયલોમાનાં લક્ષણો દેખાય છે, તો પછી તમે એક્સ-રે, સીબીસી, યુરિન ટેસ્ટ, સીટી સ્કેન, પીઈટી સ્કેન અને ત્યારબાદ એનઆરઆઈ દ્વારા માહિતી મેળવી શકો છો.

Back to top button