CrimeIndiaUP

ચોરને આશા હતી એનાથી વધુ રૂપિયા મળ્યા તો હાર્ટએટેક આવી ગયો, સાથી હોસ્પિટલ લઇ ગયો અને ઈલાજ ચોરીના પૈસે કરાવ્યો

ઉત્તર પ્રદેશમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ચોરને અપેક્ષા કરતા વધુ પૈસા મળતાં ચોરને હાર્ટ એટેક આવ્યો હતો. આને કારણે લૂટેલી મોટાભાગની રકમ તેની સારવારમાં ખર્ચ કરવામાં આવી હતી. વાત એવી હતી કે ચોર ને બેગમાં 40-50 હજારની રોકડ હોવાની અપેક્ષા હતી, પરંતુ તે બેગમાં લાખો રૂપિયા હતા.

લાખો રૂપિયા જોતા જ ચોર ને હાર્ટએટેક આવી ગયો અને જ્યારે સ્થિતિ વધુ વણસી તો સાથીએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની ચોરીની રકમ થી સારવાર કરવામાં આવી. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે ગત મહિને કોતવાલી દેશભરમાં લૂંટના બનાવ સંદર્ભે બુધવારે 2 ચોરોમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તેણે આખી વાત પોલીસને કહી હતી.

બિજનોર પોલીસ અધિક્ષક ધરમ વીરસિંહે જણાવ્યું કે 16 અને 17 ફેબ્રુઆરીની રાત્રે 2 ચોરોએ નવાબ હૈદર નામના શખ્સના જાહેર સેવા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં લૂંટ ચલાવી હતી. પીડીતે ફરિયાદ નોંધાવી હતી કે તેના સેન્ટરમાંથી 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

બુધવારે પોલીસે નગીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલીપુરના બે આરોપીઓ નૌશાદ અને એજાઝની ધરપકડ કરીને મામલો થાળે પાડ્યો હતો અને ત્યારે આ બધી વાતો સામે આવી હતી.

Back to top button