DelhiIndia

ખેડૂતો ની મોટી જાહેરાત, હવે સંસદ સુધી ચાલીને જશે અને 10 એપ્રિલે…

સયુંકત કિસાન મોરચા એ બુધવારે કહ્યું હતું કે, દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત મેં મહિનામાં સંસદ સુધી પગપાળા કુચ કરશે. આગામી 2 મહિના માટે તેમની યોજનાઓની ઘોષણા કરતા મોરચાએ કહ્યું કે, “મોરચાની ગઈકાલે એક બેઠક મળી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંસદ સુધી ખેડુત કૂચ કરશે.”

હજુ સુધી કૂચની તારીખ નક્કી કરવામાં આવી નથી. ખેડૂત નેતા ગુરનમસિંહ ચધુનીએ કહ્યું, આમાં માત્ર ખેડૂત જ નહીં, મહિલાઓ, બેરોજગાર વ્યક્તિઓ અને આંદોલનને સમર્થન આપતા કામદારો પણ શામેલ હશે.શાંતિપૂર્ણ રીતે આ કૂચ કાઢવામાં આવશે અને ખાસ ધ્યાન રાખવામાં આવશે કે 26 જાન્યુઆરીએ બનેલી ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં.

તેમણે સમિતિની રચના કરવાની યોજના પણ શેર કરી હતી. તેમણે કહ્યું, “વિરોધીઓને સ્પષ્ટ કરવામાં આવશે કે સંયુક્ત કિસાન મોરચા તમામ પ્રકારની હિંસાની નિંદા કરે છે.” તેથી વિરોધીઓએ જાણવું જોઇએ કે જો તેમના દ્વારા સંપત્તિને કોઈ નુકસાન થાય છે તો તેમને દંડ ભરવો પડશે.

ખેડૂત આગેવાનોએ 10 એપ્રિલે કુંડલી-માનેસર-પલવાલ એક્સપ્રેસ વેને 24 કલાક બંધ રાખવાની પણ જાહેરાત કરી હતી. અન્ય ખેડૂત નેતાએ કહ્યું કે, અમે 10 એપ્રિલના રોજ કે.એમ.પી. એક્સપ્રેસ વેને 24 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી રોકીશું.

અમે આ કરીશું કારણ કે સરકાર અમારી વાત સાંભળતી નથી. તે સૂઈ રહી છે. આ સરકાર ને જાગૃત કરવાની છે. 6 મેના રોજ આંદોલન દરમિયાન મોત ને ભેટેલા ખેડૂતોના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં આવશે. આંબેડકર જયંતિ અને શ્રમિક દિવાસના ઉજવણી માટે અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

Back to top button