AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

રાજ્યમાં દરરોજ વધી રહ્યા છે કેસ: આજે 2410 કેસ નોંધાયા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ, જુઓ લીસ્ટ

ગુજરાતમાં હવે કોરોના બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના ના 2410 કેસો નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.રાજ્યમાં 4 કલાકમાં કોરોના ના 9 દર્દીઓના મોત થયા છે જેથી કુલ મૃત્યુઆંક 4528 થયો છે. ઉલ્લેખનીય છે કે આજથી રાજ્યમાં 45 વર્ષથી વધુ ઉંમર ના લોકોને રસી આપવાનું શરુ કરાયું છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ,સુરત અને વડોદરામાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે 613 કેસ, સુરતમાં 585 કેસ, વડોદરામાં 363 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોના નો કહેર વધી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં નોંધાયેલા કેસનું લીસ્ટ જુઓ,

Back to top button