CrimeDelhiIndiaUP

લવ-જેહાદ: માહિદે મોહિત બનીને 15 વર્ષીય છોકરી સાથે દોસ્તી કરી, દિલ્હી,યુપી લઇ જઈ મિત્રો દ્વારા ગેંગરેપ કર્યો

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. માહીદ નામના વ્યક્તિએ એક 15 વર્ષની સગીર છોકરીને મોહિત નામ રાખીને ફસાવી હતી. તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના મિત્રોએ પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી થતા તેને બહેન પાસે મોકલી દીધી હતી.

આ મામલે ઉજ્જૈનમાં કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ 3 રાજ્યોમાં તપાસ થવાની છે. પીડિતા એમપી ના બડવાની ની નિવાસી છે. તે કામ કરવા માટે મહારાષ્ટ્રના માલેગાંવ ગઈ હતી. અહીં તેને યુપીના માહીદ સાથે મુલાકત થઇ હતી. માહિદે પીડિતાને તેનું નામ મોહિત જણાવ્યું હતું અને છેતરપિંડી કરી અને તેની સાથે મિત્રતા કરી. માહિદ તેને માલેગાંવથી પુણે, દિલ્હી અને પછી યુપી લઇ જઈ મિત્રો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

સગીર ગર્ભવતી થયા બાદ માહિદે તેને બસમાં બેસાડીને ઉજ્જૈન મોકલી દીધી. અહીં યુવતીએ એક અપંગ બાળકને જન્મ આપ્યો, જેનું પાછળથી મૃત્યુ થયું હતું. એએસઆઈ રાશિદ ખાને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ ઘણાં શહેરો સાથે જોડાયેલ છે, તેથી શૂન્ય પર કેસ નોંધીને તેને બરવાની સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યો છે.

સગીરની બહેને તેને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. અહીં પીડિતાની બાજુમાં એક છોકરી એડમિટ હતી. સગીરા એ તેને આખી વાત કહી દીધી. તે યુવતીની ઓળખાણ હિન્દુ જાગરણ મંચમાં હતી. યુવતીએ તેને આ ઘટના વિશે જણાવ્યું અને મદદ માંગી. હિન્દુ જાગરણ મંચના લોકોએ પીડિતાને વિશ્વાસમાં લઇ માહીદ ને ઉજજૈન બોલાવ્યો. હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ તેને પકડી પાડી માર માર્યો હતો અને દેવાસ ગેટ પોલીસને આપ્યો હતો.

પીડિતા એ કહ્યું કે માહિદ મને માલેગાંવમાં મળ્યો હતી. તેણે મને તેનું નામ મોહિત કહ્યું હતું અને મિત્ર બન્યો હતો. તેણે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તે યુપી અને દિલ્હી લઇ ગયો. તેના બે મિત્રો કમલ અને ખુર્શીદે પણ બળાત્કાર ગુજાર્યો હતો. તે ત્રણેય લોકો દિલ્હીમાં ગેંગ ચલાવે છે.

Tags
Back to top button