GujaratRajkotSaurashtra

રાજકોટ: સવારે કપડા સૂકવવા ધાબે ગયા, એસીના કોમ્પ્રેસરમાં લાગેલી આગથી મહિલા ભડથું થઇ ગયા

રાજકોટમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં મહિલા અગાસીએ સવારે કપડાં સૂકવવા ગયા હતા અને ત્યા જ ભડથું થઇ ગયા.અગાસી પર એસી ના કોમ્પ્રેસરમાં આગ લાગી હતી જેની ઝપેટમાં આવી જતા મહિલા સંપૂર્ણ દાઝી ગયા અને ત્યાં જ તેમનું મોત થયું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

શહેરના હરિ ધવા રોડ પર ની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય નીતાબેન રામાણી દરરોજ ની જેમ જ સવારે અગાસી પર કપડા સૂકવવા ગયા હતા જો કે એસી ના કોમ્પ્રેસરમાં લાગેલી આગની ઝપેટમાં આવી જતા તેઓ નું મોત થઇ ગયું.પ્રાથમિક માહિતી મુજબ નીતાબહેને આગને બુઝાવવાની કોશિશ કરી હતી અને તેઓ દાઝી ગયા.

સવારે અગાસી પર ધુમાડો દેખાતા બાજુની સોસાયટીમાં રહેતા વ્યક્તિ ને શંકા ગઈ અને તેઓ આગ બુઝાવવાનું સાધન લઈને દોડી આવ્યા હતા જો કે મહિલા સંપૂર્ણ દાઝી જતા ત્યાં જ તેમનું મોત થઇ ગયું હતું. બાદમાં ફાયર બ્રિગેડ અને 108ને પણ બોલાવાઈ હતી.

પોલીસ ના જણાવ્યા મુજબમૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના અકસ્માતે બની છે.મૃતક નીતાબહેન ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે અને તેમના પતિ કારખાનું ધરાવે છે.

Back to top button