CrimeGujaratSouth GujaratSurat

સુરત: યુવક સાથે સૃષ્ટિ વિરુધનું કામ કરીને વિડીયો બનાવ્યો, વાયરલ કરવાની ધમકી આપી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા

કતારગામના 20 વર્ષીય વિદ્યાર્થીને સાથે સૃષ્ટિ વિરુધનું કામ કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતા 10 લોકોની ગેંગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે. કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષિય વ્યક્તિ બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ મહિના પહેલા જ્યારે આ યુવકના પિતાએ તબેલો વેચ્યો હતો જેથી દોઢ કરોડ રૂપિયા આવ્યા હતા.

આ વાત કતારગામના લલિતા પાર્કના રહેવાસી જયદીપ અરવિંદ ટાંકને મળી હતી. તેથી જયદીપે આ નાણાં પડાવી પાડવાની યોજના ઘડી. તેણે કતારગામના આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભારત બોધા સાટીયા ને બાતમી આપી હતી કે યુવકને કરોડો રૂપિયાની રકમ મળી છે.

બાદમાં લાખાના ભાઇ ભોલા, વિજય તેમજ સાગર સાટિયા, ભોલા મેર અને નંદનવન સોસાયટીમાં રહેતા કનો સાટીયા, કતારગામ બાંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃંદાવન સોસાયટીમાં રહેતા જનીશ કાલસરીયા અને રોમા સતીયાએ યુવકને બોલાવીને ધંધા વિષે લાલચ આપી હતી. ત્યારબાદ આ ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુધનું કામ કરીને વિડીયો રેકોર્ડ કરી લીધો હતો.

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી ધીમે ધીમે એક કરોડ 26 લાખ રૂપિયા લઇ લીધા હતા.યુવક ચૂપચાપ ઘરેથી પૈસા લઇને ગેંગને આપતો હતો. આ ઉપરાંત 7 મોબાઈલ અને 1 ઘડિયાળ પણ આપી દીધી હતી. છતાં આ ટોળકીએ યુવક પાસેથી 30 લાખ રૂપિયાની માંગ કરી હતી. જો કે હવે પૈસા હતા નહી અને પિતાને જાણ થતા જ પુત્રની પૂછપરછ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Back to top button