International

આપઘાતનો ચોંકાવનારો વિડીયો: યુવક 900 ડીગ્રી તાપમાનવાળી ભઠ્ઠીમાં કુદી ગયો, કારણ હતું આવું

ઉત્તર ચીનના મંગોલિયા ઓટોનોમસ ક્ષેત્રના બાઓટોઉ સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે સળગતી ભઠ્ઠીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના 6,07,247 રૂપિયા શેર બજારમાં ડૂબી ગયા હતા જેથી તેણે પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

34 વર્ષીય વોંગ લાંગે છેલ્લા 10 વર્ષથી ચીનનાં સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક જૂથ બાઓજેંગ ગ્રુપમાં કામ કરતા હતા. તેને શેરબજારમાં પૈસા લગાવવાનો શોખ હતો. 24 મી માર્ચે તેની કંપનીમાં નાઈટ શિફ્ટ હતી. વોંગ લોંગ થોડા સમય કામ કર્યા પછી અચાનક તેની ફરજ પરથી ગાયબ થઈ ગયા હતા. જ્યારે તેઓ લાંબા સમય સુધી પાછા ન આવ્યા, ત્યારે કંપનીએ તેમની શોધ શરૂ કરી.

સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે તેઓ સ્ટીલની ગલન ભઠ્ઠી નજીક ગયા હતા.તેમાં તાપમાન 900 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે વોંગ લોંગ સ્ટીલ પીગળાવવા ની ભઠ્ઠીમાં કૂદી પડ્યો હતો. કુદકો માર્યા બાદ તેનું શરીર સેકન્ડમાં જ રાખમાં ફેરવાઈ ગયું. સાથી કર્મચારીઓ ભઠ્ઠીની આજુબાજુ જોતા હતા ત્યારે વોંગ લોંગ ત્યાં મળી આવ્યા નહી. ભટ્ટી પાસેના સીસીટીવી ફૂટેજમાં તેની આત્મહત્યા હોવાનું બહાર આવ્યું છે.

વીડિયોમાં તે દેખાઈ આવ્યું કે વોંગ લોંગ કામ છોડી અને ભટ્ટી પાસે ગયો. થોડીક સેકન્ડ સુધી ઉભા રહ્યા પછી, તે ભઠ્ઠીમાં ડોકિયું કરી અને પછી તેમાં ઝંપલાવ્યું. ભઠ્ઠીમાં કુદ્યા બાદ જોરદાર ધડાકો પણ થયો હતો. વાંગ લોંગે ભઠ્ઠીમાં કૂદતા પહેલા તેનું હેલ્મેટ અને ગ્લોવ્ઝ ફેંકી દીધા હતા.

વોંગ લોંગ સાથે કામ કરતા ફેક્ટરીના કામદારોએ કહ્યું કે તેઓ પરિણિત ન હતા. તે કોઈની સાથે વધારે વાત પણ કરતા ન હતા. વોંગ લોંગે ના સાથીદારોને કહ્યું હતું કે તેમને શેર બજારમાં આશરે 6 લાખ રૂપિયાની ખોટ થઈ હતી. જે દિવસે તેણે આત્મહત્યા કરી, તે દિવસે ચીનના શેરબજારમાં 3 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Back to top button