AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: યુવકે પ્રેમિકાના ઘરે જઈને આપઘાત કર્યો, જો કે સમાજના લોકોએ હત્યાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં કર્યું આવું

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.સાબરમતી વિસ્તારમાં એક યુવકે પ્રેમિકાના ઘરે જઇને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ સાબરમતી પોલીસ પહોચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ યુવકના ગળા પર ઈજાઓ ના નિશાન હતા જેથી યુવક નું મોત આપઘાત થી થયું છે કે હત્યાથી થયું છે તે અંગે શંકાઓ છે. પોલીસે યુવક ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સેલવાસકુમાર RIP ના પોસ્ટર સાબરમતી પોલીસ સ્ટેશનની બહાર લગાવાતા ભારે ચર્ચાઓ થઈ રહી છે. દક્ષિણ ભારતીય યુવક સેલવાસ કુમારની કથિત હત્યાના વિરોધમાં તેના સમાજના લોકો સાબરમતી પોલીસ સ્ટેશને રજૂઆત માટે પહોચ્યા હતા જો કે પોલીસે લોકોને ત્યાંથી ભગાડ્યા હતા.

18 વર્ષીય યુવક સેલવાસ સાબરમતી વિસ્તારમાં રહેતો હતો. યુવકનું દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી પાસેના મકાનમાં રહેતી યુવતી સાથે અફેર હતું. યુવક બુધવારે સાંજે પ્રેમિકાના ઘરે ગયો હતો જ્યાં પ્રેમિકાના પરિવારે લગ્ન માટે નાં પાડી હતી. આથી નિરાશ થઈને તે પાછળ રૂમમાં ગયો હતો અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં પોલીસેને આ અંગે જાણ કરવામાં આવી હતી.

Back to top button