GujaratSouth Gujarat

ભરૂચ: દોઢ વર્ષ બાદ દીકરી પિયર ગઈ, પિતાનું કોરોનાથી મોત, મોઢું પણ જોવા ન મળ્યું

છેલ્લા એક વર્ષથી કોરોના એ અનેક પરિવારો બરબાદ કર્યા છે.કોરોનાથી મૃત્યુ થાય ત્યારે પરિવાર ને નજીક જવાની પણ મનાઈ હોય છે ત્યારે અનેક વ્હાલસોયા પોતાના માતા-પિતા કે ભાઈ-બહેન ને દુરથી જ વિદાઈ આપે છે. ગુજરાતમાં ફરીવાર કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે મૃત્યુના આંકડાઓ પણ વધ્યા છે.

ભરૂચમાં આવો જ એક દુઃખદ પ્રસંગ બન્યો છે. જ્યાં એક પુત્રી દોઢ વર્ષ બાદ પિતાને મળવા ઘરે આવી હતી પરંતુ પિતાનું કોરોનાં ને કારણે મોત થયું હતું જેથી તે નજીક પણ ન જઈ શકી.પુત્રી ઘરે પહોંચી ત્યારે પિતાને તો કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા અને તે દૂરથી જ પોતાના પિતાને મળવા તડપતી રહી. પુત્રી પપ્પા-પપ્પા કહીને રડી રહી હતી.

ભરૂચના સ્ટેશન રોડ પર સ્થિત આર.કે. કાસ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષિય કમલ કિશોર મુન્દ્રા અને તેમની પત્ની ને કોરોના નો ચેપ લાગ્યો હતો.સ્થિતિ વધુ વણસી જતા કમલને ભરૂચના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પિતાની હાલત બગડવાની વાત સાંભળીને નાગપુરમાં રહેતી પુત્રી નેહા ભરૂચ આવવા રવાના થઈ હતી પણ તે પહોચે એ પહેલા જ પિતાનું મોત થઇ ગયું અને તેમને સીધા સ્મશાન લઇ જવામાં આવ્યા હતા. જેથી પુત્રી પિતાને અંતિમ સમયે પણ જોઈ શકી ન હતી.

Back to top button