Corona VirushealthIndiaNews

મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે એ સ્પષ્ટ કહ્યું,અત્યારે લોકડાઉન નથી લગાવતો પણ જો એક-બે દિવસમાં સ્થિતિ નહી સુધરે તો…

મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. ગુરુવારે અહીં 43,183 નવા કેસ મળ્યાં હતાં. કોઈ પણ રાજ્યમાં એક દિવસમાં ચેપ લાગવાની આ સૌથી મોટી સંખ્યા છે. સીએમ ઉદ્ધવે રાત્રે 8.30 વાગ્યે લોકોને સંબોધન કર્યું હતું. તેમણે પરિસ્થિતિની ગંભીરતા વર્ણવી પણ રાજ્યમાં લોકડાઉન જાહેર કર્યું નહીં.

જોકે ઉદ્ધવે વધુમાં કહ્યું કે લોકડાઉન એ કોઈ ઉપાય નથી, પરંતુ રસીકરણ ચાલુ હોવા છતાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે. હું આજે લોકડાઉન નથી કરી રહ્યો પરંતુ તેના તરફ ઇશારો કરી રહ્યો છું. જો આગામી બે-ત્રણ દિવસમાં પરિસ્થિતિ સુધરશે નહીં તો કડક પગલા ભરવા પડશે.

ઉદ્ધવે કહ્યું હું તમને કહું છું કે હું તમને ડરાવવા અહીં આવ્યો નથી, પરંતુ જે સંજોગો ચાલી રહ્યો છે તેનો ઉકેલ લાવવા આવ્યો છું. કોરોનાને કારણે વિશ્વભરની આર્થિક પરિસ્થિતિમાં પલટો આવ્યો છે. આ વાયરસ તમારા લોકોની ધીરજને ચકાસવા માટે આવ્યો છે. આપણે એકરૂપતામાં ધૈર્ય સાથે કોરોના સામે લડવાનું છે. લોકડાઉનથી આર્થિક સ્થિતિ વધુ વણસી જશે.

સીએમ ઉદ્ધવે કહ્યું કે અમે એન્ટિજેન રેપિડ ટેસ્ટને બદલે આરટી-પીસીઆર ટેસ્ટ વધારી રહ્યા છીએ. આજે આપણે 70% પરીક્ષણ આરટી-પીસીઆર થી કરી રહ્યા છીએ. અમે કંઈપણ છુપાવી રહ્યા નથી. કંઈપણ છુપાવવા માંગતા નથી. અમે લોકો સમક્ષ સત્ય રજૂ કરી રહ્યા છીએ. લોકો પૂછે છે કે બિહાર અને બંગાળમાં ચૂંટણી છે ત્યાં કેમ કેસ વધતા નથી. મને તેનાથી મતલબ નથી, મારી જવાબદારી મહારાષ્ટ્રની જનતા માટે ની છે.

તમને ગયા માર્ચ ની યાદ આવશે કે આપણી પાસે બેડ પણ ન હતા.હોસ્પિટલો ઉપલબ્ધ નહોતી અને એમ્બ્યુલન્સ ઓછી પડી ગઈ હતી. તે પછી અમે તેમાં સુધારો કર્યો. આજે આપણી પાસે 3,75,000 બેડ છે જે એક મોટી ઉપલબ્ધી છે.

મહારાષ્ટ્રમાં રસીકરણ શરૂ થયું ત્યારથી અમે અત્યાર સુધીમાં 65 લાખ લોકોને રસી આપી છે. એક દિવસમાં 3 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેને વધારીને 7 લાખ કરી શકાય છે.રસીકરણમાં આપણું રાજ્ય નંબર 1 છે.

Back to top button