BollywoodIndia

દિયા મિર્જાએ આપ્યા ગર્ભવતી હોવાના સમાચાર, ફેબ્રુઆરીમાં લગ્ન થયા

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ એક સુંદર તસવીર શેર કરીને તેની ગર્ભાવસ્થાની માહિતી પોતાના ચાહકો નેઆપી છે. દીયાએ શેર કરેલી તસવીરમાં તે પિંક કલરનો ફ્લોરલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. દિયા માલદીવ ના બીચ પર છે. તસવીર શેર કરતી વખતે દીયાએ ખૂબ જ સુંદર સંદેશ પણ લખ્યો છે.

દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ બીઝનેસમેન અને રોકાણકાર વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવે બીજા લગ્ન કર્યા છે. અગાઉ તેણે સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતાં. દીયા અને સાહિલનાં લગ્ન ચાર વર્ષ થયાં હતાં, જ્યારે તેઓએ અલગ થવાનું નક્કી કર્યું.

ત્યારે તેમના સંબંધો 11 વર્ષ લાંબા હતા દિયા અને સાહિલ 2019 માં અલગ થયા. વૈભવ જાણીતા યોગ પ્રશિક્ષક સુનૈના રેખીના પતિ હતા. વૈભવને એક પુત્રી પણ છે.

Back to top button