BjpCongressElectionIndiaPolitics

ભાજપ નેતાની કારમાંથી EVM મળ્યા, 4 અધિકારી સસ્પેન્ડ, કોંગ્રેસે કહ્યું આ તો થવાનું જ હતું

આસામ વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ વિવાદ સામે આવ્યો છે. બીજા તબક્કાના મતદાન બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં ચૂંટણી અધિકારીઓ કારમાં ઇવીએમ લઈ જતા જોવા મળે છે અને આ કાર ભાજપના નેતા ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું કે આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે અને ચૂંટણી પંચે તેમના પર નિર્ણાયક પગલું ભરવું જોઈએ. આસામમાં 1 એપ્રિલે બીજા તબક્કા માટે મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન, 39 બેઠકો માટે 74.64% મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 72.14% મતો પડ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ કહ્યું જ્યારે ચૂંટણી હોય છે ત્યારે ખાનગી વાહનોમાં ઇવીએમ લઇ જવાના કિસ્સા બને છે. આ બાબતો સામાન્ય છે. આ વાહનો સામાન્ય રીતે ભાજપના નેતાઓ અથવા તેમના સાથીઓનાં હોય છે. આવા કિસ્સાઓ ને ભૂલ માનીને જવા દેવામાં આવે છે. જે લોકો વિડીયોનો પર્દાફાશ કરે છે તેઓ ભાજપના મીડિયાનો ઉપયોગ કરીને તેમને હારેલા સાબિત કરે છે. જુઓ વિડીયો,

હકીકતમાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને કોઈ પગલા લેવામાં આવતા નથી. ઇસીએ પગલા ભરવા જોઈએ. તમામ રાષ્ટ્રીય પક્ષોએ ઈવીએમના ઉપયોગ પર પુનર્વિચાર કરવો જોઇએ.

અહેવાલો અનુસાર આ કાર પાથરકાંડીના ભાજપના ઉમેદવાર કૃષ્ણેન્દુ પૌલની હતી. જ્યારે તેની કારમાંથી ઇવીએમ મળી આવતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘણા સ્થાનિક પત્રકારોએ પણ આ ઘટનાને તેમના સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. આમાંની એક પોસ્ટને ટાંકીને પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટના અંગે સવાલ ઉઠાવ્યા છે.

Back to top button