GujaratRajkotSaurashtra

રાજકોટ: તડકાથી બચવા મોઢા પર બાંધેલી ચુંદડી એ લીધો 18 વર્ષીય યુવતીનો જીવ

રાજકોટ જિલ્લાના ચૂડા પાસેના કુંડલા ગામની 18 વર્ષીય યુવતીનો ચુંદડી ને કારને જીવ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલમાં ઉનાળામાં તડકાથી બચવા માટે યુવતીઓ ચુંદડી મોઢા પર બાંધતી હોય છે. બનાવની વાત કરીએ તો 18 વર્ષીય યુવતીના પિતા હલર મશીનમાં કામ કરી રહ્યા હતા ત્યારે તે પિતાને પાણી આપવા ગઈ હતી. ત્યારે અચાનક ચુંદડી મશીનમાં આવી જતા યુવતીનું માથું મશીન મશીન સાથે અથડાયું અને મોત થઇ ગયું.

પોલીસે યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.કુંડલામાં રહેતી યુવતી તેના પિતા સુરેશભાઇ વાનાણી ગત સાંજે સાડા 04:30 વાગ્યે વાડી ખાતે હલર મશીન પાસે કામ કરતા હતા ત્યારે તેને પાણી આપવા માટે આવી હતી. તેણે તડકાથી બચાવવા માટે સ્કાર્ફ પહેર્યો હતો.

પાણી આપવા માટે હાથ લાંબો કરતા ચુંદડી મશીનમાં આવી ગઈ હતી જેથી એકાએક મશીન સાથે અથડાતા યુવતી ને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. યુવતી ને તત્જાલીક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું.નાની વયમાં દીકરી ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Back to top button