સુરત: ગાયનેક વોર્ડમાં દાખલ મહિલાને ખબર પડી કે તે કોરોના પોઝિટીવ છે તો કર્યું આવું
સુરતની સિવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ ગર્ભવતી મહિલા નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તે ભાગી ગઈ. ડોકટરોની ફરિયાદના આધારે પોલીસ પણ મહિલાના ઘરે ગઈ હતી પણ મહિલા ત્યાં મળી ન હતી.સગર્ભા સ્ત્રી વિશે કોઈ માહિતી ન મળ્યા બાદ સિવિલ વહીવટીતંત્રે મનપાને માહિતી આપી હતી જેથી પોઝિટીવ દર્દીને શોધીને તેને અલગ કરી શકાય.
પાંડેસરાના લક્ષ્મીનગરની રહેવાસી 25 વર્ષીય મહિલા 8 અઠવાડિયા થી ગર્ભવતી છે. બુધવારે મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. ગાયનેક વોર્ડમાં દાખલ થયા બાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ પોઝિટીવ આવતા તેને અલગ વોર્ડમાં ખસેડવાની હતી જો કે એ પહેલા જ મહિલા ત્યાંથી ભાગી ગઈ.
મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પરંતુ તે કોઈને કંઈ પણ કહ્યા વિના વોર્ડમાંથી નીકળી ગઈ હતી. અમે દર્દીને વોર્ડમાં દાખલ થવા માટે મનાવીએ છીએ, દબાણ કરી શકતા નથી. મહિલા કોરોના પોઝીટીવ હતી તેથી તેની સંપૂર્ણ માહિતી મનપાના આરોગ્ય વિભાગને આપવામાં આવી છે.