InternationalNews

અહિયાં ટ્રકને ટકરાઈને ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ,આ દુર્ઘટનામાં 41 લોકોના થયા મોત,

તાઇવાનમાં ચાર દાયકાના સૌથી ખરાબ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત નીપજ્યાં છે અને 72 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.આ અકસ્માત પૂર્વ તાઇવાનમાં એક ટનલમાં થયો હતો,જ્યાં એક ટ્રકને ટક્કર મારતાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.તાઇવાનની સેન્ટ્રલ ડિઝાસ્ટર મેનેજમેંટ ટીમે કહ્યું છે કે આ ટનલની અંદર ચાર રેલ્વે કોચ છે.

જેમાં આશરે 70 લોકો હજી પણ અટવાયેલા છે.આ અકસ્માતમાં ટ્રેનના આ ચાર કોચને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે.આ ટ્રેન તાઈવાનની રાજધાની તાઈપેથી તાઈતુંગ શહેર તરફ જઈ રહી હતી.આ ટ્રેનમાં સવાર મોટાભાગના મુસાફરો તાઇવાનના લોકપ્રિય તહેવારની ઉજવણી કરવા જઇ રહ્યા હતા.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર,મેંટેનન્સના કામમાં રોકાયેલા એક ટ્રક રેલ્વે ટ્રેક ઉપર ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેન સાથે ટકરાઇ રહેલી ટ્રક બરાબર ઉભી ન હતી,જેના કારણે ટ્રક લપસી પડ્યો હતો અને ટ્રેનના માર્ગમાં આવી ગયો હતો.સમાચાર એજન્સી અનુસાર,આ દુર્ઘટના સમયે ટ્રેનમાં લગભગ 350 લોકો સવાર હતા.

અકસ્માતને કારણે રેલ્વેના આઠમાંથી પાંચ કોચને નુકસાન થયું છે.તેમાંથી 100 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.આ અગાઉ,2018 માં,તાઇવાનમાં એક ટ્રેન અકસ્માત થયો હતો,જેમાં 18 લોકોનાં મોત થયા હતા અને 175 લોકો ઘાયલ થયા હતા.પરિવહન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1981 માં આ જ પ્રકારનો ટ્રેન અકસ્માત થયો હતો જેમાં 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Back to top button