કેવડીયા-પ્રતાપનગર વાળી ટ્રેન અનિશ્ચિત સમય માટે બંધ, હજી અઢી મહિના પહેલા જ પીએમ મોદીએ લીલી ઝંડી આપી હતી
દેશના 6 રાજ્યો ને ગુજરાતના કેવડિયા કોલોની ના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમાંથી કેવડિયા-પ્રતાપનગરની મેમુ ની બે ટ્રેનો મુસાફરોની ઉપલબ્ધિના કારણે અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી દર સોમવારે રદ કરવામાં આવી છે.
દેશભરમાંથી ટ્રેનો દ્વારા વિવિધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવી રહ્યા છે, પરંતુ અમદાવાદથી કેવડિયા અને ગુજરાતમાં પ્રતાપનગર-ડભોઇ-કેવડિયા લાઇન જતી મેમુ ટ્રેનોમાં મુસાફરો જ મળતા નથી. આ ટ્રેનો શરૂ થયાને અઢી મહિનાનો સમય વીતી ગયો હતો, પરંતુ મુસાફરોની અછતને કારણે ઘણું નુકસાન થયું હતું. તેથી વડોદરા રેલ્વે વિભાગ દ્વારા આ બંને ટ્રેનો રદ કરવામાં આવી છે.
કેવડિયા-વારાણસી એક્સપ્રેસ અઠવાડિયામાં એકવાર ચાલે છે, કેવડિયાથી દાદર વચ્ચેની ડેઇલી એક્સપ્રેસ, કેવડિયાથી અમદાવાદ વચ્ચેની દૈનિક, હઝરત નિઝામુદ્દીનથી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, મધ્ય પ્રદેશના રેવાથી સાપ્તાહિક, ચેન્નઈથી પ્રતાપનગર અને દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી હતી.